ટ્રાવેલિંગ દરમ્યાન કેવા પ્રકારના ફૂટવેર પસંદ કરશો, કેવી રીતે કરશો પેકિંગ

0
447
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટ્રિપ માટે યોગ્ય ફૂટવેર્સ પસંદ કરવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે તેનું પેકિંગ કરવું. ઘણાંબધા મેચિંગ ફૂટવેર્સનું પેકિંગ કરવાનું ફ્કત અને ફક્ત બેગનું વજન વધારવું છે અને ઘણીવાર તો તેમાંથી ઘણાં બધા ફૂટવેર્સ પહેરવાનું કામ પણ નથી મળી શકતું. હિલ્સ સ્ટાઇલિશ લુકની સાથે કોન્ફિડન્સ પણ આપે છે પરંતુ ટ્રાવેલિંગમાં કમ્ફર્ટેબલ રહેવા માટે ફ્લેટ્સનું ઓપ્શન છે દરેક રીતે બેસ્ટ.

ટ્રાવેલિંગ દરમ્યાન ફૂટવેર્સ પેકિંગની ટિપ્સ

1. ટ્રાવેલિંગ દરમ્યાન આવા ફૂટવેર્સનું પેકિંગ કરો જેને તમે મોટાભાગના આઉટફિટ્સની સાથે મિક્સ એન્ડ મેચ કરી શકે છે.

2. ટ્રેકિંગ, બીચ કે એડવેન્ચર ટ્રિપ, દરેક જગ્યા માટે અલગ-અલગ પ્રકારના ફુટવેર્સની જરૂરીયાત હોય છે. પર્વતો પર ટ્રેકિંગ માટે સારી ગ્રીપવાળા શૂઝ તો બરફવાળી જગ્યા માટે લોંગ બૂટ્સ, મોનસૂન સીઝન માટે પ્લાસ્ટિક ફુટવેર્સ અને બીચ માટે ફ્લેટ્સ અને ફ્લિપ-ફ્લોપ બેસ્ટ રહેશે.

3. બ્લેક અને બ્રાઉન જેવા ડાર્ક કલરના ફૂટવેર્સ દરેક રીતે યોગ્ય રહેશે. જે તમારા દરેક આઉટફિટ્સની સાથે મેચ પણ થઇ જાય છે અને જલદી ગંદા પણ નથી થતા. સ્ટાઇલિશ લુકની માટે બેગમાં બ્લેક કે બ્રાઉન કલરનો બેલ્ટ જરૂર રાખો. બેલ્ટથી મેચિંગ ફુટવેર ફેશનનો જરૂરી અને ઘણો જ બેઝિક ફન્ડા છે.

4. ફુટવેર્સને હંમેશા કોઇ પ્લાસ્ટિકની મોટી બેગમાં રાખો જેનાથી આપને તેને શોધવામાં સરળતા રહે છે અને સાથે જ તમારો સામાન કોઇપણ પ્રકારની ગંદકી અને દુર્ગંધથી પણ સેફ રહે છે.

5. ફુટવેર્સ રાખતી વખતે તેના સોલ એક-બીજાથી વિપરીત રાખો જેનાથી તે સેફ રહેશે અને બેગમાં જગ્યા પણ બચશે. જેના બદલે તમે જરૂરીયાતનો બીજો સામાન પણ રાખી શકો છો.

6. આમ તો જગ્યા બચાવવા માટે તમે નાનો-મોટો સામાન જેમ કે તમારી જ્વેલરી, ઘડિયાળ, નાની ટોર્ચને શૂઝની અંદર રાખી શકો છો. જેનાથી તમે જ્વેલરી બોક્સની સ્પેસ બચાવી શકો છો.

7. લેસવાળા(દોરી) ફૂટવેર્સને બેગની સાઇડમાં બાંધવાનો ઓપ્સન પણ છે તમારી પાસે. આનાથી જગ્યા પણ બચે છે અને શૂઝથી આવતી ગંદકી પણ બહાર રહેવાથી ઘટી જાય છે.

8. ટ્રાવેલિંગમાં કમ્ફર્ટેબલ રહેવા માટે આમ તો ફ્લેટ્સ પહેરવા જોઇએ પરંતુ જો તમારો સામાન શૂઝના કારણે ભારે થઇ રહ્યો છે તો સારૂ એ રહેશે કે તમે તેને પહેરીને ટ્રાવેલ કરો. આનાથી તમે ભારે લગેજનો પ્રોબ્લેમથી બચી જશો અને બસ હોય કે ટ્રેન કે પછી ફ્લાઇટ તમે આરામથી તેને ઉતારી પણ શકો છો.