ટ્રેનની જેમ ફ્લાઇટને પણ કરી શકો છો ટ્રેક, આ 3 એપ્સ દ્ધારા

0
488
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આજકાલ પ્લેનથી મુસાફરી કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણીવાર લોકો પ્લેનના રિયલ ટાઇમ લોકેશનને લઇને ચિંતિત રહે છે કે પ્લેનથી મુસાફરી કરનારા તેમના સંબંધીઓ ક્યાં સુધી પહોંચ્યા છે અને જે પ્લેનથી મુસાફરી કરી રહ્યા છે તે કમ્ફર્ટેબલ છે કે નહીં? તો એક સારી વાત એ છે કે હવે ટ્રેનની જેમ પ્લેનના રિયલ લોકેશનને પણ સરળતાથી ટ્રેક કરી શકાય છે જાણો કેવીરીતે?

ફ્લાઇટ રડાર 24

આ એપ્લિકેશન તમારા ફોન અને ટેબલેટને લાઇવ પ્લેન ટ્રેકમાં ફેરવી નાંખે છે. તમે દુનિયાભરની ફ્લાઇટને મેપ પર રિયલ ટાઇમમાં મૂવ કરીને જોઇ શકો છો. આનાથી ખબર પડે છે કે પ્લેન ક્યાં જઇ રહ્યું છે? અને એરક્રાફ્ટ કયા પ્રકારનું છે? તમે ફ્લાઇટ પર ટેપ કરીને જાણી શકો છો કે ક્યારે ઉડ્ડયન ભરશે અને કેટલા વાગે પહોંચશે. સાથેજ, ફ્લાઇટની સ્પીડ, કઇ ઉંચાઇએ ઉડ્ડયન ભરે છે વગેરે જેવી જાણકારી મળશે. આ ઉપરાંત, 3ડી પાયલોટ વ્યૂ પણ દેખાડે છે. અહીં 90 દિવસો સુધી ફ્લાઇટની હિસ્ટ્રી રહે છે. આ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ડાઉનલોડ કરી શકાય છે.

ફ્લાઇટ સ્ટે્ટસ

આ પણ રિયલ ટાઇમ ફ્લાઇટ ટ્રેકિંગ માટે સુંદર એપ છે. તમે તેમાં ફ્લાઇટ નંબર, એરપોર્ટ અને રૂટના હિસાબથી ટ્રેક કરવાની સુવિધા આપવામાં આવી છે. અહીં સ્ટેટસ પેજમાં ફ્લાઇટ શેડ્યૂઅલની જાણકારી મળશે, જેમાં ફ્લાઇટ અરાઇવલ અને ડિપાર્ચરની જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત, ફ્લાઇટ સાથે જોડાયેલી અન્ય જાણકારીઓ પણ લઇ શકાય છે, જેમ કે વેધર કેવું છે, ગેટ કયો છે, ફ્લાઇટ કેટલી મોડી પડી શકે છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે અવાઇલેબલ છે.

પ્લેન ફાઉન્ડર

ફ્લાઇટ ટ્રેકર આખી દુનિયામાં રિયલ ટાઇમમાં પ્લેનને ટ્રેક કરવા માટે આનો ઉપયોગ કરી શકે છે. અહીં વર્લ્ડવાઇડ મેપ પર પ્લેનને મૂવ કરીને જોઇ શકાય છે. આ એક સાથે 12 હજારથી વધુ પ્લેનને ટ્રેક કરી શકાય છે. અહીં ફ્લાઇટ નંબર, પ્લેસ નેમ, એરપોર્ટ, એરલાઇન અને એરક્રાફ્ટ દ્ધારા પ્લેનને સર્ચ કરવાની સુવિધા આપવામાં આવી છે. તમે જેવા પ્લેન પર ટેપ કરશો, તમને તેની સાથે સંબંધિત જાણકારી મળી જશે. આ ઉપરાંત, લાઇવ અરાઇવલ અને ડિપાર્ચરની ડિટેલ પણ મળી જશે. આને આઇઓએસ ડિવાઇસ માટે ડાઉનલોડ કરી શકાય છે.