થાઇલેન્ડની પાંચ કિડ ફ્રેન્ડલી હોટલ, અહીં બાળકો માટે છે તમામ સુવિધા

0
360
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અનેક માતા-પિતા માટે, બાળકોની સાથે રજાઓ ગાળવી એક ડરામણો વિચાર હોય છે. એટલું બધુ આયોજન કરવું પડે છે-તેઓ ક્યારે ઉંઘશે, ખાશે ક્યારે અને કરશે શું. આમ તો પોતાની રેપ્યુટેશનની વિપરિત, થાઇલેન્ડ બાળકો માટે એક સુંદર ફરવાની જગ્યા છે. અહીંની કેટલીક હોટલ તેમજ રિસોર્ટ એવી ફેસિલિટી તેમજ સુવિધાઓ પ્રદાન કરે છે કે માતા-પિતા પોતાનો બધો સ્ટ્રેસ અને તણાવ પાછળ છોડીને રજાઓનો પૂરો આનંદ લઇ શકે છે. પોતાની હવે પછીની રજાઓ પ્લાન કરતી વખતે થાઇલેન્ડના આ 10 બાળકોના ફેવરિટ રિસોર્ટ્સને જરૂર જુઓ.

ગ્રાન્ડ સુખુમ્વિત હોટલ, બેંગકૉક
Grand Sukhumvit Hotel,Bangkok

જાણીતા એકૉર ગ્રુપ દ્ધારા મેનેજ કરવામાં આવતી ગ્રાન્ડ સુખુમ્વિત હોટલ બેંગકૉકના સુખુમ્વિત એરિયાની એક 5 સ્ટાર લકઝરી હોટલ છે. આ હોટલમાં 386 રૂમ સ્વીટ્સ છે, અને 12 વર્ષની ઉંમરના ઓછામાં ઓછા 2 બાળકો પોતાના માતા-પિતાની સાથે કોઇ વધારાના ચાર્જ વિના રૂમ શેર કરી શકે છે. અહીં મનોરંજન માટે ફ્રી વાઇ-ફાઇ, રેસ્ટોરન્ટમાં બાળકો માટે મીલ્સ, સ્વિમિંગ પુલ અને બાળકો માટે પુલ છે.

કિંમત: રૂ. 3,836 પ્રતિ રાત્રિથી શરુ

સરનામુઃ 99 સુખમ્વિત સોઇ 6 રોડ, ક્લોંગતોએ ડિસ્ટ્ર્રિક્ટ, બેંગકૉક, 10110

ધ એમ્બેસેડર બેંગકૉક,
The Ambassador Bangkok,Bangkok

ધ એમ્બેસેડર બેંગકૉક, સુખુમ્વિત એરિયામાં, ટૉપની સુવિધાઓ પ્રદાન કરનારી એક મુખ્ય 4 સ્ટાર હોટલ છે. ટાવર અને મેન વિંગ્સમાં તેના 760 રૂમ, મફત વાઇ-ફાઇ અને ફ્લેટ સ્ક્રીન ટીવી જેવા રૂમ સુવિધાઓ પ્રદાન કરે છે. અહીંના ચિલરંસ ક્લબમાં બાળકો માટે અનેક એક્ટિવિટીઝ છે અને તેના રેસ્ટોરન્ટમાં બાળકો માટે ખાસ મેનૂ પણ છે. અહીંનું પક્ષીગૃહ જેમાં એક જીવ વૃક્ષ અને ટ્રૉપિકલ અને એગ્ઝોટિક પક્ષીઓ છે, બાળકો અને મોટાઓ બન્ને માટે એક ખાસ આકર્ષણ છે.

કિંમત: રૂ. 3,774 પ્રતિ રાત્રિથી શરુ

સરનામું: 171 સોઇ સુખુમ્વિત 11, ખ્વાએંગ ખ્લોંગ તોઇ નુએઆ, ખેત વટાના

ધ સેન્સેસ રિસોર્ટ પટોંગ બીચ, ફુકેત
The Senses Resort Patong Beach, Phuket

ફુકેતના અતિ વ્યસ્ત પટોંગ બીચની પાસે આવેલો છે સેન્સેસ રિસોર્ટ પટોંગ બીચ. અહીં 6 કેટેગરીના રૂમ્સ છે. જેમાં ફેમિલી રૂમ પણ સામેલ છે. બધા રૂમમાંથી દરિયાનું શાનદાર દ્રશ્ય જોઇ શકાય છે. બધી મોર્ડન સુવિધા આ રિસોર્ટમાં છે.

કિંમત: રૂ. 5,792 પ્રતિ રાત્રિથી શરૂ

સરનામુ: 111/7 થાનોન નાનાઇ, પટોંગ, કાઠુ ડિસ્ટ્રિક્ટ 83150

અમારી ફુકેત, ફુકેત

અમારી ફુકેત બીચ પર સ્થિત ફુકેત શહેરની મુખ્ય 5 સ્ટાર હોટલ છે. રિસોર્ટમાં 380 રૂમ તેમજ સ્વીટ છે જેમાં બધી આધુનિક સુવિધાઓ જેવી કે ફ્રી વાઇફાઇ, એલસીડી ટીવી, ડીવીડી પ્લેયર સામેલ છે. બાળકોના મેનૂવાળા રેસ્ટોરન્ટથી લઇને ગેમ્સ અને એક્ટિવિટીઝવાળી કિડ્સ ક્લબ, બેબી સિટિંગ સેવા આ હોટલમાં ઉપલબ્ધ છે. બાળકો માટે અહીં નાની ટેનિસ કોર્ટ, નાનું સૉકર ફિલ્ડ, બાસ્કેટ બોલ અને બેડમિંટન કોર્ટ છે.

કિંમત: રૂ. 10,300 પ્રતિ રાત્રિથી શરુ

સરનામું: 2 મુએન ન્ગર્ન રોડ પટોંગ બીચ, ફુકેત, 83150

કેપ દારા, પતાયા
Cape Dara,Pattaya

હરિયાળીથી ઘેરાયેલો કેપ દારા પણ બીચ પર સ્થિત એક રિસોર્ટ છે. તેના 264 રૂમ, સ્વીટ વિલા, આકર્ષક 360 ડિગ્રી દ્રશ્યો અને પારદર્શી છત (ઓપન સ્કાય વ્યૂ)ની સાથે સાથે મફત વાઇ ફાઇ, બીચ હેમ્પર અને 42 એલઇડી કેબલ ટીવી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. અહીં ચિલ્ડ્રન્સ ક્બલ, બેબી સિટિંગ અને 3 વર્ષ સુધીના બાળકો માટે બ્રેકફાસ્ટ ફ્રી છે.

કિંમત: રૂ. 18,729 પ્રતિ રાત્રિથી શરુ

સરનામું: 256 દારા બીચ, સોઇ 20, પતાયા-નાક્લુઆ રોડ, પતાયા, ચોન બુરી 20150