આ છે દુનિયાની બેસ્ટ ડિઝાઇન્ડ હોટલ, જંગલની વચ્ચે હરિયાળીમાં છે બની

0
482
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આ તસવીર છે યુકેટન (મેક્સિકો) સ્થિત ચેબલ રિસોર્ટની. આ હોટલને બેસ્ટ ડિઝાઇન્ડ હોટલનો એવોર્ડ પણ મળ્યો છે. યૂનેસ્કો અને ઇન્ટરનેશનલ યૂનિયન ઑફ આર્કિટેક્ટ દ્ધારા સંયુક્ત રીતે આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. મેક્સિકોના આર્કિટેક્ટ જૉન બોર્જા અને પાઉલિના મોરાને આને ડિઝાઇન કરી છે. આવી છે આ હોટલ.


-750 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં માયા સંસ્કૃતિ અને પ્રાચીન સ્થાપ્તય કળાનો બેજોડ સંગમ જોઇ શકાય છે. સ્પાને પણ પ્રાચીન રૂપ આપ આપવામાં આવ્યું છે.
-ઇન્ટીરિયરમાં જૂટ, લિનન, સિલ્ક, કૉટન, જંગલી લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આર્ટિફિશિયલ ચીજોથી દૂર રહેવામાં આવ્યું છે જેથી લોક પ્રકૃતિની નજીક રહી શકે


-દરેક શ્યૂટ લીલા ગાર્ડનની વચ્ચે બનાવાયા છે જેથી ગેસ્ટને પ્રકૃતિની વચ્ચે રહેવાનો આનંદ મળતો રહે. ગેસ્ટ માટે ગોલ્ફ અને સાઇક્લિંગની સુવિધા પણ છે.
-આ હોટલમાં 2 પ્રેસિડેન્શિયલ શ્યૂટ રુમ સહિત 40 શ્યૂટ અને બે વિલા છે. ઇન્ફિનિટી પૂલ, મૂવમેન્ટ સ્ટુડિયો અને ફ્લોટેશન રૂમ અહીં રોકાવાનો શાનદાર અનુભવ બનાવી દે છે.


-મેક્સિકોના બેસ્ટ શેફ અને દુનિયાના 12 બેસ્ટ શેફમાં જેની ગણના થાય છે તેવા જ્યોર્જ વેલેજો અહીં ગેસ્ટ સીઝન અનુસાર પોતાના ગાર્ડનમાં ઉગાડેલા ઓર્ગેનિક ચીજોથી બનાવેલી ડીશ સર્વ કરે છે.
-અહીં એક રાતનું ભાડું રૂ. 57 થી 95 હજારની વચ્ચે છે.