સામાન્ય રીતે લોકો સાસણગીર સિંહ જોવા કે જંગલ જોવાનો આનંદ લેવા જતા હોય છે. એશિયાટીક લાયન માટે સાસણગીર ફેમસ છે. પરંતુ જો તમે સાસણગીર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક એવી જગ્યા બતાવીશું જે રહેવા માટે બેસ્ટ જગ્યા છે. આ જગ્યા છે અનિલ ફાર્મ હાઉસ. આ એક એવી જગ્યા છે જ્યાં તમને કુદરતની વચ્ચે રહેવાનો અનોખો અનુભવ થશે; આ ફાર્મહાઉસની સાથે એક રિસોર્ટ પણ છે અને રિસોર્ટમાંથી હિરણ નદીનો વ્યૂ પણ મળે છે.
હોટલ અનિલ ફાર્મ હાઉસ
હિરણ નદીને અડીને આવેલો આ એક સુંદર રિસોર્ટ છે. સાથે સાથે તે એક ફાર્મહાઉસ પણ છે. શહેરના કોલાહોલથી દૂર તમે અહીં શાંતિનો અનુભવ કરી શકો છો. હોટલમાં બજેટથી માડિને લક્ઝુરિયસ કેટેગરીના કુલ 25 રૂમ્સ છે. જેનું સંચાલન શમસુદ્દીન જરિયા કરી રહ્યા છે. શમસુદ્દીનભાઇને ફાર્મિંગનો ગજબનો શોખ છે. જેથી આ સ્થળે તમને ક્યાંય નહીં જોવા મળ્યા હોય તેવા ફળ, ફૂલ અને શાકભાજી જોવા મળશે.
ફાર્મહાઉસની ખાસિયતો
રિસોર્ટમાં જૈન પોટેટો (બટાકા) તમે વેલા પણ ઉગાડેલા જોવા મળશે. સાથે જ એક જ આંબાના ઝાડની અલગ અલગ ડાળીઓ પર આખા ભારતની કુલ 52 જાતની કેરીની જાતો પણ ઉગાડવામાં આવી છે. જે આ રિસોર્ટનું આકર્ષણ છે. જો કે તમે ઉનાળામાં જશો તો આમાની કેટલીક જાતો જોઇ શકશો. ફાર્મહાઉસમાં ભારત અને દુનિયાભરની 100 કરતાં વધુ કેરીની જાતો તમને જોવા મળશે. જેમાં રજવાડી, હાઇબ્રિડ, કલરફુલ મેંગો વેરાયટીઝ, નાની અને મોટી (2 કિલોની) કેરીની જાતો પણ અહીં જોવા મળશે. ઔષધિય અને પામ ટ્રીઝનું પણ મોટું કલેક્શન છે. ફ્રૂટમાં ડ્રેગોન, સ્ટાર, પેશન વગેરે જેવી વેરાયટીઝ પણ જોવા મળશે. અહીંના રિસોર્ટના રસોડામાં વપરાતી શાકભાજીને ઓર્ગેનિક પદ્ધતિથી જ આ ફાર્મહાઉસમાં ઉગાડવામાં આવે છે. બાળકોના રમવા માટે ગાર્ડન છે. અહીં ગેસ્ટને ફાર્મની વિઝિટ કરાવવામાં આવે છે.
રિસોર્ટમાં સુવિધા
- રિવરવ્યૂ રૂમ્સ
- રિવર ટ્રેકિંગ
- સ્વિમિંગ પુલ
- ચિલ્ડ્રન પ્લેગાર્ડન
- ઇન્ડોર ગેમ્સ – ટેબલ ટેનિસ, ચેસ, કેરમ
- કોન્ફરન્સ હોલ
- રિવરવ્યૂ રેસ્ટોરન્ટ
- કેમ્પફાયર એરિયા
- જીમ
ઓર્ગેનિક મેંગો ફાર્મિંગ
અહીં મેંગો નર્સરી છે. અહીંની સુપરિયર ક્વોલિટીની કેસર કેરી રિલાયન્સ અને એસ્સાર જેવી કંપનીઓમાં પણ જાય છે. અમદાવાદમાં આંબાવાડીમાં અનિલ ફાર્મની કેરીઓ ઉનાળામાં વેચાણ માટે આવે છે. અનિલ ફાર્મમાં વર્મીકમ્પોસ્ટ અને બાયોફર્ટિલાઇઝર્સથી ઓર્ગેનિક પદ્ધતિથી કેસર કેરી ઉગાડવામાં આવે છે. અહીંની કેરીમાં તમને કેમિકલનું તત્વ બિલકુલ જોવા નહીં મળે.
મળ્યા છે આટલા એવોર્ડ
અનિલ ફાર્મને બેસ્ટ રિસોર્ટનો ટૂરિઝમ એવોર્ડ 2016માં મળ્યો છે. 2007માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ ફાર્મના માલિક શમસુદ્દીનભાઇને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને ગાઇડનો સ્ટેટ લેવલનો એવોર્ડ પ્રદાન કર્યો હતો. ગુજરાત સરકારના હોર્ટીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્ધારા 1992માં નર્સરી એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યો હતો.
રિસોર્ટનું ભાડું
આ રિસોર્ટમાં એક રાતનું ભાડું રૂમની કેટેગરી અને સીઝન અનુસાર અલગ અલગ છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરનો સમાવેશ થાય છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.