બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને મોટાભાગે લોકો પોતાની ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે કેફેમાં ખાવા જવાની મજા લે છે. આમ તો ઘણાં કેફે પોતાની ખુબીઓ માટે મશહૂર છે પરંતુ આજે અમે તમને દુનિયાભરમાં પોતાના કેફે અને બુટિક માટે જાણીતા શહેર અંગે બતાવવા જઇ રહ્યા છીએ. ડેનમાર્કની રાજધાની કોપનહેગન શહેરને જોવા માટે ટૂરિસ્ટ દૂર-દૂરથી આવે છે.
પોતાની સુંદરતાની સાથે-સાથે આ શહેરને અહીંના કેફે અને બુટિક માટે પણ ઓળખવામાં આવે છે. આ શહેરના સમુદ્ર કિનારે બનેલા કેફેમાં બેસીને ખાવા-પીવાની મજા જ કંઇક ઓર છે. ડેનમાર્ક શહેરના કેફેનું ખાવાનું દુનિયાભરમાં જાણીતું છે. ડેનમાર્ક શહેરના ખાવાનો સ્વાદ તમે જીંદગીભર નહીં ભૂલો. અહીંના કેફેની સર્વિસ પણ મશહૂર છે. એટલું જ નહીં અહીં ટેટૂ પાર્લરની કમી નથી. જ્યાં તમે તમારી પસંદગીના કોઇપણ ટેટૂ પાર્લર બનાવી શકો છો.
પોતાની નાઇટ લાઇફ માટે જાણીતા આ રંગ-બેરંગી શહેરનો નજારો રાતના સમયે વધુ રંગીન બની જાય છે. અહીંના હિપ બાર અને શોરગુલથી ભરેલા પબોમાં રાતનો સમય લોકો ખુબ નાચ-ગાન અને મસ્તી કરે છે. અહીં તમે પાર્ટનરની સાથે રોમાંટિક અને ફેમિલીની સાથે મસ્તી ભરેલી પળ વિતાવી શકો છો. બાળકોની સાથે ફરવા માટે અહીં ટિવોલી ગાર્ડનના નામે એક ફેમસ એમ્યુઝમેન્ટ પાર્ક છે, અહીં તમે ખુલીને મજા કરી શકો છો.
આ ઉપરાંત, આ શહેરમાં જોવા માટે નહેરોના કિનારે વસેલા 17મી સદીના પ્રાચીન શહેર પણ છે. આ ઉપરાત, અહીં જોવા માટે પ્રતિબિંબ સરોવર, બાઇકિંગ શિપ મ્યૂઝિયમ, હાઉસ નંબર 67 અને 106 એકરમાં ફેલાયેલું જંગલ છે. પહેલી નજરમાં આ શહેર તમને કોઇ પરીકથાથી કમ નહીં લાગે.