આ છે દુનિયાના સૌથી popular અનોખા રેસ્ટોરન્ટ

0
470
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દરેકને અલગ-અલગ પ્રકારનું ખાવાનો શોખ હોય છે. જેના માટે આપણે ક્યાંય પણ જતા રહીએ છીએ. રેસ્ટોરન્ટમાં જઇને જમવાનું બધાને પસંદ છે. પરંતુ કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે જે અંગે તમે નહીં જાણતા હો તો અમે આજે આપને આજના લેખમાં કેટલીક આવી જ રેસ્ટોરન્ટ્સ અંગે જણાવી રહ્યા છીએ.

બર્ડ નેસ્ટ રેસ્ટોરન્ટ થાઇલેન્ડમાં છે. અહીં આપને જમવાનો બિલકુલ એક અલગ જ અનુભવ મળશે કારણ કે તમે કોઇ પક્ષીની જેમ ખાવાનું ખાશો. જી હાં, તમે બિલકુલ યોગ્ય જ સાંભળ્યું કારણ કે અહીં પર તમારે એક માળામાં બેસીને ખાવાનું ખાવાનું હોય છે. આ દુનિયાની પહેલી એવી રેસ્ટોરન્ટ છે જેમાં તમે ડિનર એક પક્ષીના માળામાં બેસીને કરી શકો છો.

ફિનલેન્ડ રેસ્ટોરન્ટ બરફની થીમ પર બની છે, એટલે કે એવું લાગે છે કે જાણે બરફની ગુફામાં આવી ગયા છે. અહીં ટેબલ-ખુરશી અને ખાવાનો સામાન પણ વર્ષની થીમ પર જ આપવામાં આવે છે. અહીંનું તાપમાન પણ કોન્સટન્ટ રાખવામાં આવે છે. જેથી, બરફ પીગળે નહીં.અહીં આવેલા લોકોને શૂટ, ટોપી, કોટ બધુ પહેરાવીને અંદર મોકલવામાં આવે છે જેથી તેમને શરદી ન લાગે. આની સુંદરતાનો નજારો જોઇને તમારે પણ ત્યાં જરૂર જવું જોઇએ.

લેબસિન વોટરફોલ રેસ્ટોરન્ટ પ્રકૃતિની વચ્ચે બેસીને ખાવાનું ખાવાની મજા જ અલગ હોય છે. રેસ્ટોરન્ટ એક નદી અને ઝરણાંની વચ્ચો-વચ બનાવાયું છે જેથી લોકો એક સાથે બન્ને ચીજોની મજા લઇ શકે. ઝરણાના પાણીથી થોડાક પગલાના અંતરે અહી કેટલીક બેન્ચ લગાવવામાં આવી છે. તેની પર જ બેસીને લોકો ખાવાનું ખાય છે. સાથે જ નદીનું પાણી લોકોના પગ સાથે અથડાતું રહેતું હોય છે. આ કારણે જ મોટાભાગના લોકો આ રેસ્ટોરન્ટમાં ઉઘાડા પગે જવાનું પસંદ કરે છે.
માલદિવ્સ રેસ્ટોરન્ટ માલદીવમાં બનેલું અંડર સી વોટર પોતાના સમુદ્રની અંદર હોવાના કારણે જાણીતું છે. અહીં બેસીને લોકો માછલીઓને તરતા જોઇ શકે છે અને ખાવાનો આનંદ પણ માણી શકે છે.

ન્યૂયોર્કનું નેકેડ રેસ્ટોરન્ટ સાંભળવામાં થોડુંક અજુગતું લાગે છે. પરંતુ આ હોટલમાં જમતા પહેલા એક શરત રાખવામાં આવે છે. શરત એ છે કે જમતા પહેલા તમારે બધા કપડાં ઉતારવા પડે છે. જો કે તમે ઇચ્છો તો તમારા શરીરના કેટલાક કપડા ઢાંકી શકો છો. પરંતુ કપડા તો જરૂર જ ઉતારવા પડશે. આ હોટલમાં ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તેની સુંદરતા પણ એટલી છે કે એક વાર તો તમારે જરૂર જવું જોઇએ.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.