બદરી નારાયણ મંદિર જેને બદ્રીનાથ પણ કહેવાય છે એ અલકનંદા નદીને કિનારે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. નર નારાયણની ગોદમાં વસેલું બદ્રીનાથ નીલકંઠ પર્વતનો પશ્ચિમ ભાગ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર આદિગુરૂ શંકરાચાર્ય દ્ધારા ચારેધામમાંથી એકના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મંદિર ત્રણ ભાગમાં વિભાજિત છે. ગર્ભગૃહ, દર્શનમંડપ, સભામંડપ
મંદિર પરિસરમાં 15 મૂર્તિઓ છે, જેમાં ભગવાન વિષ્ણુની એક મીટર ઊંચી કાળા પથ્થરની પ્રતિમા છે. અહીંયા ભગવાન વિષ્ણુ ધ્યાનમગ્ન મુદ્રામાં સુશોભિત છે. તેમની જમણી બાજુએ કુબેર,લક્ષ્મી અને નારાયણની મૂર્તિઓ છે. બદ્રીનાથને ધરતી પરનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. શંકરાચાર્યની વ્યવસ્થા અનુસાર બદ્રીનાથ મંદિરના મુખ્ય પૂજારી દક્ષિણભારતના કેરળ રાજ્યમાંથી હોય છે. મંદિર એપ્રિલ-મેથી ઓક્ટોબર નવેમ્બર સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. અહીં ભગવાનનાં પાંચ સ્વરૂપોની પૂજા-અર્ચના થાય છે. અહીં યાત્રીઓ અલકનંદાના દર્શન તો કરે જ છે સાથે તપ્તકુંડમાં સ્નાન કરે છે. વન તુલસીની માળા, ચલેની કાચી દાળ, ગીરીનો ગોળો અને મિશ્રી વગેરેનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
બદ્રીનાથની આસપાસ દર્શનીય સ્થળો
અલકનંદા તટ પર સ્થિત તપ્તકુંડ
બ્રહ્મકપાલ
સાપોના જોડા
શેષનેત્ર
ચરણપાદુકા
નીલકંઠ શિખર
માતા મૂર્તિ મંદિર
માણા ગામ જેને ભારતનું અંતિમ ગામ કહેવાય છે
વેદવ્યાસ ગુફા, ગણેશ ગુફા
ભીમ પુલ
વસુંધારા
લક્ષ્મીવન
સતોપંથ
અલકાપુરી
સરસ્વતી નદી