દિવાળીનું વેકેશન પૂર્ણ થઇ ગયું છે. જો તમે દિવાળીમાં ઉંચા ભાડાને કારણે ક્યાંય ફરવા નથી જઇ શક્યા તો તમારા માટે અમે આજે એક નવી જગ્યા લઇને આવ્યા છીએ. અમદાવાદ કે વડોદરાની નજીક એક રાત રોકાવા કે વન-ડે પિકનીક માટે કેમ્પ ડિલ્લી રિસોર્ટ (camp dilly resort)તમારા માટે બેસ્ટ છે.
ક્યાં છે camp dilly resort
વડોદરાથી 35 કિમી દૂર છે. વડોદરાથી જતા હોવ તો ભાદરણ બસ સ્ટેન્ડ પહોંચીને ત્યાંથી જમણી તરફ સિસ્વા જવાનું. સિસ્વાથી ધુવારણ રોડ પર 100 મીટર સીધી જવાનું ત્યારબાદ જમણી તરફ ટર્ન લઇને વડેલી રોડ પર 1 કિમી જતાં કેમ્પ ડિલ્લી આવશે.
અમદાવાદથી આ રિસોર્ટ 100 કિમી દૂર છે. અમદાવાદથી નેશનલ હાઇવે નં.8થી વાસદ જવાનું. વાસદથી જમણી તરફ વળીને તારાપોરથી બોરસદ જવાનું. બોરસદ ક્રોસરોડથી ડાબી તરફ દાંડી માર્ગથી 5 કિમી આગળ ચુંડલી મંદિર સુધી જવાનું અને ત્યાંથી ડાબી બાજુ વળી વડેલી વિલેજ આવશે.
કેવો છે સુવિધા
કેમ્પ ડિલ્લી રિસોર્ટમાં ચારેબાજુ આંબા અને ચીકૂના ઝાડ છે. મિત્રો અને કુટુંબીજનો માટે આ રહેવા અને ફરવા માટેનું બેસ્ટ પ્લેસ છે. અહીં એડવેન્ચર, ફન અને લર્નિગ કરી શકાય છે. આ રિસોર્ટમાં 13 કોટેજ, 3 સ્વીટ ટેન્ટ્સ અને 200 ગેસ્ટની ક્ષમતા સાથેનો બેન્કવેટ હોલ છે. આ હોલનું એક કલાકનું ભાડું રૂ.1000 છે.
ફ્રી એક્ટિવિટીઝ (ઓવરનાઇટ સ્ટે માટે)
પ્લાન્ક બ્રિજ
બર્મા બ્રિજ
સ્વિંગિંગ પ્લાન્ક્સ
કમાન્ડો નેટ વોક
પેરેલલ બાર્સ
સ્પેસ વોક
બર્મા લૂપ
નેટ ક્રિકેટ
ફોમ ડાન્સ (ગ્રુપ સાઇઝ 100થી વધુ)
રેઇન શાવર
સ્વિમિંગ પુલ (કોશ્યુમ ફરજીયાત)
ચાર્જેબલ એક્ટિવિટીઝ
1. Zip Line – Rs.100
2. Paint Ball – Rs.250 (50 shots)
3. Bungee Trampoline – Rs.100
4. Archery – Rs.50
5. Rifle shooting – Rs.50
7. Rappelling – Rs. 100
8. Rock Climbing – Rs. 100
9. Foam Dance – Rs. 5000
મેનુ
બ્રેકફાસ્ટ
પુરીભાજી, બટાકા પૌંઆ, ઉપમા,કોર્નટીક્કી, કટલેટ, ઇડલી સંભાર, સેવ ખમણી, ચા-કોફી
લંચ
પનીર સબ્જી, સીઝનલ વેજ, દાલ-કડાઇ, જીરા રાઇસ, રોટી, એક સ્વીટ, સલાડ, ફ્રાયમ્સ, પીકલ
હાઇ-ટી
ચા-કોફી સાથે એક સ્નેક( ખમણ, સમોસા, બટાકા પૌંઆ, સેન્ડવિચ, વેજ પફ વગેરે)
ડીનર
કાઠીયાવાડીઃ બે કાઠીવાડી શાક, એક પંજાબી શાક, કઢી, મસાલા ખિચડી, એક મીઠાઇ, રોટી, રોટલા, ઘી, ગોળ, સલાડ, પાપડ
રૂમનું ભાડું
1 રાત બે દિવસ
કોટેજ રૂ.6000 (કપલ)
ટેન્ટ રૂ.8000 (4 વ્યક્તિ)
આ પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડીનર તેમજ ઉપર દર્શાવેલી ફ્રી એક્ટિવિટીઝનો સમાવેશ થાય છે.
ચેક ઇન બપોરે 12 કલાકે
ચેક આઉટ સવારે 11 કલાકે
આ પેકેજમાં 5 વર્ષ સુધીનું બાળક કોમ્પ્લિમેન્ટરી રહેશે.
5 થી 10 વર્ષના બાળકના 1200 રૂપિયા થશે
10 વર્ષથી ઉપરના બાળકના 1500 રૂપિયા ચાર્જ થશે
વન ડે પિકનિક:
09.00 am to 09.00 pm – Rs 1250.00 (બ્રેકફાસ્ટ, લંચ, હાઇટી અને ડીનર)
09.00 am to 05.00 pm – Rs 1000.00 (બ્રેકફાસ્ટ, લંચ, હાઇટી)
11.00 am to 09.00 pm – Rs 1100.00 (લંચ, હાઇટી અને ડીનર)
04.00 pm to 09.00 pm – Rs 700.00 (હાઇટી અને ડીનર)
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.