સિંહ દર્શન માટે સાસણગીર જતા લોકો ત્યાં અનેક હોટલો અને રિસોર્ટ્સની સુવિધાઓ છે. આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવીશું જે રહેવા માટે એક અદભૂત હોમ સ્ટે છે. આ એક એવું હોમ સ્ટે છે જ્યાંથી તમને વોટરફોલના દર્શન પણ થશે. આ વોટરફોલનું મેનેજમેન્ટ ચુડાના રાજવી ફાલ્ગુનસિંહજી ઝાલા કરી રહ્યા છે.
જમજીર રિટ્રીટ
સાસણગીર જંગલ સફારીથી 40 કિલોમીટર દૂર જામવાલામાં જમજીર વોટરફોલની સામે આવેલું છે જમજીર રિટ્રીટ. આ એક ફેમિલી હોમ સ્ટે છે. અહીંથી દિવ, સાસણગીર અને સોમનાથનું એક સરખુ એટલે કે 40 કિમીનું અંતર છે. આ હોમ સ્ટેનું લોકેશન અદ્દભુત છે. જમજીર રિટ્રીટના ગેટની સામે જ વોટરફોલ છે. જમજીર વોટરફોલના નામે જ આ હોમ સ્ટેનું નામ જમજીર રિટ્રીટ રાખવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં લાંબી લોબી સાથે ચાર રૂમ અને ડાઇનિંગ રૂમ છે જ્યારે બે ટેરેસ રૂમ્સ છે.
જમજીર વોટરફોલ એક નેચરલ વોટરફોલ છે જેથી અહીં બારેમાસ પાણી રહે છે. રિવર સાઇડ જંગલ છે અને તમને જાણે કે જંગલમાં રહેતા હોવ તેવી અનૂભુતિ આ હોમ સ્ટે કરાવે છે. અહિના રેસ્ટોરોન્ટમાં ઓર્ગેનિક રીતે ઉગાડેલા શાકભાજી ચૂલા પર રાંધવામાં આવે છે.
સુવિધાઓ છે આવી
આ હોમ સ્ટેમાં કુલ 6 રૂમ્સ છે. તેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ મોજુદ છે. જેમાં વેલફર્નિશ્ડ એ.સી.રૂમ્સ, ટીવી, એટેચ્ડ બાથરૂમ્સ સાથે હોટ અને કોલ્ડ વોટર, વાઇફાઇ, કેમ્પફાયર, ડોક્ટર ઓન કોલ, કોર્પોરેટ કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ છે.
જમવા માટે અલગ-અલગ જગ્યા
જમજીર હોમ સ્ટેમાં ડાઇનિંગ માટે પાંચ અલગ અલગ જગ્યા છે. એક આંબાના ઝાડ નીચે. બીજુ રિવરવ્યૂ અને વોટરફોલ દેખાય તે રીતે લોબીમાં. ત્રીજુ ઇન્ડોર સેન્ટ્રલ રૂમ, ચોથુ ટેરેસ પર આકાશ નીચે અને પાંચમું રાતે ગ્રાઉન્ડમાં કેમ્પફાયરની સાથે. અહીંના જમવામાં તમને લોકલ ફ્લેવરની છાંટ દેખાશે. દરેક ફૂડ તાજુ રાંધવામાં આવે છે. સલાડ્સ, ડેઝર્ટ્સ, અને ફ્રેશ ફ્રૂટ્સને ડેઇલી બેઝિસ પર પીરસવામાં આવે છે. આ ઉપરાંત, ગાયની દૂધ, દહીં, બટરમીલ્ક, ઘી, ઓર્ગેનિક ગોળ અને સફેદ માખણ પણ પીરસવામાં આવે છે
પર્યાવરણ પ્રેમી ફાલ્ગુન સિંહજી ઝાલા
હોમ સ્ટેના માલિક ફાલ્ગુનસિંહ ઝાલા સૌરાષ્ટ્રના રાજવીઓના વંશજ છે. ફાલ્ગુનસિંહજી ઝાલાના પર્યાવરણ પ્રેમી છે. વોટરફોલ પર આવતા પ્રવાસીઓ દ્ધારા જે ગંદગી ફેલાવાય છે તેને ફાલ્ગુનસિંહ અને તેમની ટીમ સાફ કરે છે. જાણીતા વંશવિજ્ઞાની અને પ્રકૃતિવાદી લવકુમાર ખાચર દ્ધારા નેચર ઓરિએન્ટેશન કેમ્પેન 1980માં શરૂ કરવામાં આવ્યું હતું જેની સાથે ફાલ્ગુનસિંહજી સંકળાયેલા છે
તેઓએ WWFમાં ફિલ્ડ એજ્યુકેશન ઓફિસર તરીકે પણ કામ કર્યું છે. તેમણે મનાલી, સોલાંગવેલી, પીરોટન આઇલેન્ડ મરીન નેશનલ પાર્ક, હિંગોલગઢ સહિત અનેક જગ્યાએ પર્યાવરણ જાગૃતિને લગતા કેમ્પો કર્યા છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.