નાના રણમાં રોયલ રિસોર્ટ, અહીં જોવા જેવી અનેક ચીજો છે

0
560
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો અમદાવાદમાં રહેતા હોવ અને તમારે કચ્છનું રણ જોવું હોય તો વધારે લાંબી મજલ કાપવી પડશે, પરંતુ અમદાવાદની નજીક જ એક નાનું રણ પણ છે અને આ રણ અમદાવાદથી માત્ર 100 કિલોમીટર દૂર છે. નાનું રણ તેની વાઇલ્ડ એસ સેન્ચુરી (જંગલી ગધેડાનું અભ્યારણ્ય) માટે જાણીતું છે. અમિતાભ બચ્ચની ખુશ્બુ ગુજરાત કી નું શુટિંગ પણ આ અભ્યારણ્યમાં થયું છે. આ અભ્યારણ્યની નજીક એક સુંદર રિસોર્ટ છે અને તેનું નામ છે રોયલ સફારી કેમ્પ રિસોર્ટ.

રોયલ સફારી કેમ્પ રિસોર્ટ અમદાવાદથી લગભગ 94 કિલોમીટર દૂર છે. પાટડીના બજાણા નજીક આવેલો આ રિસોર્ટમાં તમને શાંતિનો અનુભવ થાય છે. શનિ-રવિની રજાઓમાં તમે અહીં રિલેક્સ થવા જઇ શકો છો. પંજાબી અને દેશી જમવાની સાથે સ્વિમિંગપુલમાં ડુબકી લગાવી શકો છો. 18 એકરમાં ફેલાયેલા આ રોયલ સફારી કેમ્પમાં તમને હેરિટેજ લુક જોવા મળશે. રિસોર્ટમાં ઠેકઠેકાણે લાલ પથ્થરોનો ઉપયોગ તમને રજવાડી છાંટની અનુભૂતિ કરાવે છે. અહીં 18 કોટેજમાં એસી, લક્ઝુરિયસ બાથરૂમ અને તમારી સેફ્ટીને ધ્યાનમાં રાખીને તમામ જરૂરીતો મોજુદ છે.

રોયલ સફારી કેમ્પમાં મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ, બિલિયર્ડ, લોન ટેનિસ, સ્વિમિંગ અને ફિશિંગ માટે કુત્રિમ સરોવર ઉભુ કરવામાં આવ્યું છે. રિસોર્ટ તરફથી વહેલી સવારે જીપ સફારીમાં નાના રણની મુલાકાત અને લોકલ વિલેજ બજાણામાં કારીગરો દ્ધારા હેન્ડિક્રાફ્ટની ચીજોની ટૂર કરાવવામાં આવે છે. જો તમે ઇચ્છો તો રિસોર્ટ દ્ધારા ઊંટ સવારી અને હોર્સ રાઇડિંગ (ઘોડેસવારી)ની સુવિધા પણ આપવામાં આવે છે.

બિઝનેસ મીટિંગ માટે કોન્ફરન્સ કમ હોમ થિએટરની સુવિધા છે જ્યાં તમે તમારી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે મૂવી એન્જોય કરી શકો છો. અહીં વાઇફાઇ ઝોન પણ છે. એટલે કે તમે સોશ્યલ નેટવર્ક સાથે લોકોના ટચમાં રહી શકો છો. રોયલ સફારી રિસોર્ટમાં એક એમ્ફિથિએટર પણ છે જ્યાં લોકલ સાંસ્કૃતિ પ્રોગ્રામ (કલ્ચરલ ડાન્સ)ની (ઓન રિક્વેસ્ટ) મજા માણી શકો છો. ઉપરાંત, અહીં ગેમ્સ પણ રમી શકાય છે. રિસોર્ટમાં લોન્ડ્રી અને ડોક્ટર ઓન કોલની સુવિધા પણ છે.

કેવી રીતે જવાય

અમદાવાદથી સાણંદ હાઇવે પકડીને વિરમગામથી આગળ અમદાવાદ-કચ્છ હાઇવે પર માલવણ ક્રોસ રોડથી જમણી તરફ વળીને સીધો રસ્તો આ રિસોર્ટ તરફ લઇ જશે.

Royal Safari Camp
Nr. Wildass Sanctuary, Bajana-382745
Nr. Malvan Cross Road, Ahmedabad-Kutchh Highway, Dist. Surendranagar. Gujarat. India.

બુકિંગ માટે સંપર્ક

Phone +91-02757-293222, +91-9879005653, +91-9925200657
Phone info@theroyalsafaricamp.com

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.