જો તમારે 15મી ઓગસ્ટ કે જન્માષ્ટમીની રજાઓમાં કોઇ શાંત સ્થળે જઇને થાક ઉતારવો છે તો તમારા માટે કુંભલગઢનો માઉન્ટ વેલી રિસોર્ટ બેસ્ટ છે. આ એક 4 સ્ટાર રિસોર્ટ છે જેમાં સ્પાની સુવિધા પણ છે.
કેટલું છે અંતર
માઉન્ટ વેલી રિસોર્ટ એન્ડ સ્પા, અમદાવાદથી 312 કિલોમીટર અને ઉદેપુરથી 82 કિલોમીટરના અંતરે આવેલો છે. ઉદેપુર એરપોર્ટથી આ રિસોર્ટનું અંતર 93 કિલોમીટર છે. કુંભલગઢ ફોર્ટથી આ રિસોર્ટનું અંતર માત્ર ચાર કિલોમીટર છે.
કેવી છે સુવિધા
આ રિસોર્ટમાં 15 ડિલક્સ રૂમ, 9 ક્લાસિક રૂમ અને 4 લક્ઝરી શ્યૂટ્સ છે. અહીં કસ્ટર્ડ એપલ રેસ્ટોરન્ટ, 120 ડેલિગેટ્સને સમાવી શકે તેઓ કોન્ફરન્સ હોલ, 140 લોકોને સમાવી શકે તેવો ઇન્ડોર બેન્કવેટ હોલ છે. અહીંના ઓપન ગાર્ડનમાં 500 લોકોની વેડિંગ કે પ્રાઇવેટ પાર્ટી કરી શકાય છે. આ ઉપરાંત, રિસોર્ટમાં સ્પા, ઇન્ડોર ગેમ્સ, સ્વિમિંગ પુલની પણ સુવિધા છે. ઇન્ડોર ગેમ્સમાં તમે ટેબલ ટેનિસ, બિલિયર્ડ રમી શકો છો. અહીંના જીમમાં આધુનિક ઇક્વિપમેન્ટ છે.
deluxe rooms (ડિલક્સ રૂમ)
ડિલક્સ રૂમમાં એસી, ડાયરેક્ટ ડાયલ ફોન, 2 કોમ્પ્લિમેન્ટરી બોટલ, સેટેલાઇટ ટીવી, ચા-કોફી બનાવવાની સુવિધા, કિંગ્ઝ બેડ, લક્ઝુરિયસ હેન્ડમેડ એમેનિટિઝ, 29 ઇંચનો ફ્લેટ સ્ક્રીન ટીવી, મીની રેફ્રિજરેટરની સુવિધા મળશે.
Classic suites (ક્લાસિક શ્યૂટ્સ)
આ રૂમ લાર્જ છે. જેમાં પ્રાઇવેટ બાલ્કનીમાંથી તમને અરવલ્લીના પહાડોનાં દર્શન થશે. આ જગ્યા તમને સ્વર્ગનો અનુભવ કરાવશે. આ ઉપરાંત ડિલક્સ રૂમની એસી, ટીવી સહિતની તમામ સુવિધાઓ પણ આ રૂમમાં ઉપલબ્ધ છે. સ્ટેન્ડ ઇન શાવરની સુવિધા ક્લાસિક શ્યૂટ્સમાં છે.
Luxury suites (લક્ઝરી શ્યૂટ)
લક્ઝુરીયસ શ્યૂટ્સની પ્રાઇવેટ બાલ્કનીમાંથી અરવલ્લી હિલ્સ અને કુંભલગઢ ખીણનો અદભૂત નજારો જોઇ શકાય છે. અહીંનુ વાતાવરણ તમને શાંતિનો અનુભવ કરાવશે. સફેદ રંગના પડદા, સિટિંગ એરિયા, પ્રાઇવેટ બાલ્કની, કિંગ્ઝ બેડ, એસી, ફ્રિઝ,ટીવી સહિત ડિલક્સ અને શ્યૂટ રૂમની સુવિધાઓ આ લક્ઝુયરિયસ શ્યુટમાં મળશે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.