નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી મહિના સુધીનો સમય એટલે રાજસ્થાન ફરવા માટેનો શ્રેષ્ઠ સમય. આ સમયગાળામાં ગુજરાતીઓ મોટાભાગે આબુ, જોધપુર, જયપુર, જેસલમેર, ઉદેપુર વગેરે સ્થળોએ ફરવા જતા હોય છે. ફરવાની સાથે તમારે જો કોઇ લક્ઝુરિયસ હોટલ કે રિસોર્ટમાં રોકાવાની ઇચ્છા હોય તો આજે અમે આપને એક અલગ પ્રકારનો અનુભવ કરાવતા રિસોર્ટ અંગે જણાવીશું. જો તમે જયપુર ફરવા જતા હોવ તો જયપુરની નજીક અરવલ્લીના પહાડોના દર્શન કરાવતો શ્યારી વેલીમાં આવેલો ટ્રિ હાઉસ રિસોર્ટ તમારા માટે બેસ્ટ જગ્યા છે. જો કે આ એક લક્ઝુરિયસ રિસોર્ટ છે જેથી તમારે ખિસ્સા થોડાક હળવા કરવા પડશે. લગ્ન કરીને હનીમૂન માટે જતા કપલ માટે આ જગ્યા ઘણી જ રોમેન્ટિક છે.
ક્યાં છે ટ્રિ હાઉસ રિસોર્ટ (Tree House Resort)
દિલ્હીથી 236 કિમી દૂર
અમદાવાદથી 726 કિમી દૂર
જયપુર એરપોર્ટથી 50 કિમી
જયપુર બસ સ્ટોપથી 55 કિમી
જયપુર રેલવે સ્ટેશન 41 કિમી
કેવી છે સુવિધા
શ્યારી વેલીમાં આવેલો આ રિસોર્ટ 300 એકરમાં ફેલાયેલો છે. આ રિસોર્ટથી અરવલ્લીના પહાડોના દર્શન કરી શકાય છે. આ રિસોર્ટને ઇકો-રિસોર્ટ્સ તરીકેનો એવોર્ડ પણ પ્રાપ્ત છે. અહીં 400 વર્ષ જુનું પીકોક કોટેજ બાર છે. 8000 ચોરસ ફૂટમાં ફેલાયેલો બોલરૂમ(ડોમ) છે.
જંગલ સફારી
ગોલ્ફીંગ ગ્રીન્સ
એટીવી અને ક્વોડ બાઇક્સ
ટેનિસ કોર્ટ
એવિયેરી સ્પા
મલ્ટી-ક્વિશાઇન રેસ્ટોરન્ટ
ઇન્ફિનિટી ડેક
નેચર વોક, સાયક્લિંગ
3 સ્વિમિંગ પુલ (સ્પ્લેશ, ઇન્ફિનિટી અને એમોઇબા)
તીરંદાજી, લાયબ્રેરી, બેડમિન્ટન, બિલિયર્ડ અને સ્નૂકર
ફ્રી કાર પાર્કિંગ, વાઇ-ફાઇ
રહેવાની છે આવી સુવિધા
અહીં ટ્રી, વોટર અને અર્થ એમ ત્રણ પ્રકારના હાઉસિઝ બાંધવામાં આવ્યા છે.
ટ્રી હાઉસિઝ
ડિલક્સ નેસ્ટ, લક્ઝુરી નેસ્ટ, પ્રાઇવેટ ટ્રી હાઉસ
ઓવર વોટર બંગલો (પાણીની ઉપર ઘર)
ઓવર વોટર કોટેજ, વોટરફોલ કોટેજ, ઓવર વોટર શૂટ
ધ અર્થ હાઉસ (જમીન પર ઘર)
ડિલક્સ, લકઝરી, શૂટ, વિલા-કોટેજીસ, પ્રેસિડેન્શિયલ શૂટ
શું છે ભાડું
આ રિસોર્ટમાં કપલ માટે એક નાઇટનું ભાડું 15000થી 25000 રૂપિયાની આસપાસ છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.