આકાશ અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટી થશે આ હોટલમાં, આટલું છે રૂમનું ભાડું

0
822
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન આ વર્ષે જ માર્ચમાં શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે, જેને આકાશ અંબાણીની બેચલર પાર્ટી પણ માનવામાં આવી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના સેંટ મોરિટ્ઝ ખાતે આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 જેટલા મહેમાનો સામેલ થવાના છે.

લાખોમાં છે એક રૂમનું ભાડું

– સેંટ મોરિટ્ઝને રિસોર્ટ સિટી કહેવામાં આવે છે. આ શહેરથી અલ્પાઈન વિંટર ટૂરિઝમનો પ્રારંભ થયો હતો. અહીં બે વાર વિન્ટર ઓલિમ્પિક પણ યોજાઈ ચૂકી છે.
– આ શહેર 6 હજાર ફૂટ ઉંચાઈ પર આવેલું છે. શિયાળા-ઉનાળા બંને સીઝનમાં અહીં લોકો આવવાનું પસંદ કરતા હોય છે.
– અંબાણી પરિવાર સેંટ મોરિટ્ઝની ફાઈવ સ્ટાર હોટલ બેડરટ પેલેસમાં રોકાઈ રહ્યું છે. આ હોટલ તળાવ પાસે આવેલી છે. 23-24 ફેબ્રુઆરીના વિકેન્ડમાં એક રૂમની કિંમત 98, 500 રૂપિયા છે, જ્યારે સૌથી મોંઘા સુઈટની કિંમત 3,08,939 રૂપિયા છે.
– રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, આકાશ અંબાણી સેંટ મોરિટ્ઝમાં પોતાની ગ્રાન્ડ બેચલર પાર્ટી આપી રહ્યો છે, પાર્ટી રવિવાર અને સોમવારે યોજાશે. બોલિવૂ઼ડથી લઈ તમામ જાણીતી હસ્તીઓ મહેમાન તરીકે સામેલ થશે.
– મુકેશ અંબાણીના દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં 500 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાંથી કરન જોહર તો પહેલાથી જ સેંટ મોરિટ્ઝમાં છે. બોલિવૂડ એક્ટર રણબિર કપૂર પણ પાર્ટીમાં સામેલ થશે. અમુક અહેવાલ અનુસાર પ્રિયંકા ચોપરા પણ પાર્ટીમાં સામેલ થઈ શકે છે.


આવો છે પાર્ટીનો કાર્યક્રમ

– રવિવારે 24 તારીખે સેંટ મોરિટ્ઝના તળાવ પર અનોખા અંદાજમાં ફન ફેરનો પ્રારંભ કરવામાં આવશે જે સાંજે 5.30થી સવારના 2 વાગ્યા સુધી ચાલશે.
– વિન્ટર વન્ડરલેન્ડ એવા આ ફન ફેરમાં ફેરી વ્હિલ્સ, બંપર કાર, સ્પાઈર સ્લાઈડ અને કેરોસેલ જેવી રાઈડ્સની મહેમાનો મજા માણી શકશે. જ્યાં મહેમાનો કોટન કેન્ડી તથા મ્યૂઝિકની મજા પણ માણી શકશે.
– અહીં ભારતીય મ્યૂઝિક પર્ફોર્મન્સ બાદ પિટર પેન આઈસ શો થકી લોકોનું મનોરંજન કરવામાં આવશે. આ ઉપરાંત 10 મિનિટનો ડ્રોન શો પણ જોવા મળશે જે મહેમાનોએ પહેલા ક્યારેય નહીં જોયો હોય.
– સોમવારે પણ આ જ રીતે પાર્ટી આગળ વધશે. જોકે બીજા ડ્રોન શો કે સ્કેટિંગ પાર્ટીનો ભાગ નહીં હોય. બીજા દિવસે 12.30-4 લંચ અને સાંજે 6-8માં માર્કેટ-મેળો મહેમાનો માટે ખુલ્લો મુકાશે. જાણીતા અમેરિકન પોપ રોક બેન્ડ મરૂન 5 સોમવારે પર્ફોમ કરી શકે છે.
– આ ભવ્ય બે દિવસીય ઈવેન્ટ્સનું આયોજન લંડનની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવ્યું છે. આ બંને દિવસે એવી ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મહેમાનોને તેનો અનુભવ આજીવન યાદ રહી જાય.