માઉન્ટ આબુ ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ છે. અમદાવાદથી નજીકનું હિલ સ્ટેશન હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં આ સ્થળે ફરવા જાય છે. ગરમી અને ચોમાસની સીઝનમાં પણ તમે આબુની ટૂર કરી શકો છો. શનિ-રવિની રજાઓમાં તમે આબુના ખુશનુમા વાતાવરણને માણી શકો છો. આબુમાં આમ તો અનેક હોટલો અને રિસોર્ટ્સ છે પરંતુ આજે અમે વાત કરીશું ઇકો-ફ્રેન્ડલી રિસોર્ટ વિશે.
ફર્ન રતન વિલાસ રિસોર્ટ
ફર્ન રતન વિલાસ 3 સ્ટાર કેટેગરીનો ઇકોફ્રેન્ડલી રિસોર્ટ છે. જેનું સંચાલન ફર્ન ગ્રુપ કરે છે. આબુના પ્રખ્યાત નક્કી લેકથી તે માત્ર 7 કિલોમીટરના અંતરે ગુરૂશિખર જવાના રસ્તે આવે છે. આ જગ્યાએ તમને નૈસર્ગિક વાતાવરણનો અનુભવ થશે. રતન વિલાસ લકઝરી રિસોર્ટમાં 20 લક્ઝુરિયસ વિલા અને 5 રૂમ્સ છે. આ રિસોર્ટ 3 એકરમાં ફેલાયેલો છે. ઇકો સેન્સેટિવ ઝોન હોવાથી અહીં પક્ષીનો કલબલાટ તમને જોવા મળશે. શહેરના કોલાહોલથી દૂર અહીં તમને શાંતિનો અનુભવ થશે.
રિસોર્ટની ખાસિયતો
2009માં ઇકોફ્રેન્ડલી ટૂરિઝમને ધ્યાનમાં રાખીને આ રિસોર્ટ બનાવાયો હતો. તે માઉન્ટ આબુ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની નજીક છે. અહીં તમને નેચરની નજીક હોવાનો અહેસાસ થાય છે. રતન વિલાસમાંથી તમને ખડકો, ગુફાઓ અને મંદિરનો વ્યૂ મળે છે. અહીં આસપાસ અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે. નક્કી લેકથી માત્ર 15 મિનિટના અંતરે આ રિસોર્ટ આવેલો છે. રિસોર્ટનું ઇન્ટિરીયર અદભુત છે. તેમાં હેરિટેજ વસ્તુઓની છાંટ જોઇ શકાય છે. કોટેજના બેડરૂમ્સમાં બ્રિટિશ આર્કિટેક્ચરના દર્શન થાય છે.
વિન્ટર ગ્રીન કોટેજ
વિન્ટર ગ્રીન કોટેજમાં તમને કુદરતી સુર્યપ્રકાશ મળે છે. સુવિધાની વાત કરીએ તો દરેક રૂમમાં એલઇડી ટીવી છે. બાલ્કનીમાંથી ગાર્ડન વ્યૂ મળે છે. અહીં 322 ચોરસફૂટની સ્પેસસાથે કિંગસાઇઝ બેડની સુવિધા છે. ઉપરાંત, લાકડાની ખુરશીઓ, બેગેજ માટે પૂરતી જગ્યા, વિશાળ બાથરૂમ સહિત મહત્તમ 4 ગેસ્ટને રહેવાની વ્યવસ્થા છે.
રૂમની સુવિધાઓ
40″ LED TV સાથે સેટેલાઇટ ચેનલ્સ
એર કન્ડિશનર
24 કલાક હોટ એન્ડ કોલ્ડ વોટર
ચા/કોફી મેકર
ગાર્ડન વ્યૂ
ઇન્ટરકોમની સુવિધા
ડેઇલી ન્યૂઝપેપર
દરેક રૂમમાં એટેચ બાથરૂમ
ઇકો ફ્રેન્ડલી બાથ એમેનિટિઝ
લાકડાના સોફા, ખુરશીઓ
વર્ક ડેસ્ક
રૂમમાં ડાઇનિંગની સુવિધા
રિસોર્ટમાં સુવિધાઓ
રેસ્ટોરન્ટ (સીઝન રેસ્ટોરન્ટ અને લોન્જ) શિશા લોન્જ, કોન્ફરન્સ રૂમ, જંગલ ટ્રેકિંગ (ચાર્જેબલ) કેમ્પ ફાયર, લોન્ડ્રી સર્વિસ, 24 કલાક રૂમ સર્વિસ, ડોક્ટર ઓન કોલ, ફોરેન એક્સચેન્જ કન્વર્ઝન, ટ્રાવેલ આસિસ્ટન્સ , કેન્ડલ લાઇટ ડિનર (ચાર્જેબલ) સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.
આટલું છે ભાડું
ફર્ન રતન વિલાસમાં રૂમના પ્રકાર પ્રમાણે અલગ-અલગ ભાડાં છે. જો તમે Goibibo , ટ્રિપ એડવાઇઝર, યાત્રા કે મેક માય ટ્રિપ જેવી ઓનલાઇન બુકિંગ સાઇટ્સ પરથી રૂમ બુક કરાવી શકો છો.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.