જેસલમેરના રણમાં કરો જલસા ! દોલતગઢ ડેઝર્ટ કેમ્પ છે બેસ્ટ જગ્યા

0
986
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે આગામી રજાઓમાં રાજસ્થાન ફરવા જવાનું વિચારી રહ્યા છો તો જેસલમેરમાં આવેલો દોલતગઢ ડેઝર્ટ કેમ્પ એક સારી જગ્યા છે. આ ડેઝર્ટ કેમ્પમાં તમે અનેક એક્વિટિઝ કરી શકો છો. આમ તો જેસલમેરમાં અનેક હોટલો છે પરંતુ રણમાં સ્વિસ ટેન્ટ કે કોટેજમાં રાતવાસો માણવાની મજા જ કંઇક ઓર છે. તો થઇ જાઓ તૈયાર દોલતગઢ કેમ્પ રિસોર્ટમાં રોકાવા માટે.

ક્યાં છે દોલતગઢ કેમ્પ

દોલતગઢ કેમ્પ રિસોર્ટ અમદાવાદથી 530 કિમી અને જોધપુરથી 324 કિમી દૂર છે. પોતાનું વાહન લઇને જવું વધારે યોગ્ય રહેશે. ટ્રેન કે બસમાં જવું હોય તો જોધપુરથી જઇ શકાય છે. દોલતગઢ કેમ્પ તમને 10 સ્વિસ ટેન્ટ, 4 ટેન્ટ કોટેજીસ, 40 ડેઝર્ટ હટ્સ(ઝૂંપડી) અને 35 ડેઝર્ટ કેમ્પિંગ ટેન્ટ ઓફર કરે છે.

કેવી છે સુવિધા

એટેચ બાથ સાથે 10 વિશાળ સ્વિસ ટેન્ટ
4 સુવિધાયુક્ત ડબલ બેડ કોટેજ
4 ડેઝર્ટ હટ
35 ડેઝર્ટ ટેન્ટ્સ
મ્યુઝિક, ડાન્સ ક્લાસ, હુક્કા સાથે બારની સુવિધા
પ્રાઇવેટ બીબીક્યુ સેટઅપ
લંચ ટાઇમમા લાઇવ ફૂડ ડેમો
જીપ સફારી, વિલેજ સફારી
ઠંડા-ગરમ પાણીની 24 કલાક સુવિધા
રેતીના ઢગલા પર (sand dunes)કોર્પોરેટ ગ્રુપ્સ માટે 150ની ક્ષમતા
પ્રિ-વેડિંગ ફોટ શૂટની સુવિધા
ટેલીસ્કોપથી આકાશદર્શન
રેતીના ઢગલા (sand dunes)પર કપલ માટે કેન્ડલ લાઇટ ડીનર
24 કલાક રૂમ સર્વિસ
કોમ્પ્લિમેન્ટરી વાઇ-ફાઇ
પીક અપ-ડ્રોપ સુવિધા
ગ્રુપ માટે કિચનની સુવિધા, લાયબ્રેરી, મેગેઝીન
ફ્રી પાર્કિંગ, મિલ્સ, ડ્રાઇવર એકોમોડેશન

કેટલું છે ભાડું

કેમ્પિંગ ઇન ડેઝર્ટ, હટ્સ, કોટેજ, સ્વિસ ટેન્ટમાં પ્રતિ વ્યક્તિ ભાડું અનુક્રમે 1000 થી 2000 રૂપિયા (ઓફસીઝન) અને કપલનું ભાડું 2000થી 4000 રૂપિયા (ઓફ સીઝન) છે. આ ઉપરાંત, લકઝ્યુરીસ ટેન્ટ પેકેજમાં બ્રેકફાસ્ટ, ડીનર અને જીપ સફારી સાથે 7999 રૂપિયા (કપલ) છે.

દિવાળી પેકેજ (3થી 15 નવેમ્બર)

દિવાળીની રજાઓમાં 1 રાત-2 દિવસનું (1 night/2days)ભાડું સ્વિસ ટેન્ટમાં કપલ દીઠ 5500 રૂપિયા, કોટેજમાં 4500 રૂપિયા અને ડેઝર્ટ હટ્સ અને ડેઝર્ટ કેમ્પિંગ ટેન્ટમાં 3500 રૂપિયા છે. આ પેકેજમાં વેલકમ ડ્રિંક, કેમલ સફારી (ઊંટ સવારી), કેમ્પ સફારી, લોક નૃત્ય, ડીજે નાઇટ, ગાલા ડીનર, બ્રેકફાસ્ટ, કોમ્પ્લિમેન્ટરી કોકટેલનો સમાવેશ થાય છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.