ગોવા ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો અમે આજે આપને એક એવી હોટલ વિશે જણાવીશું જે તમારા બજેટમાં 3 સ્ટાર કેટેગરીની સુવિધા આપે છે આ હોટલ છે સિગ્નેટ ગ્રુપની સિગ્નેટ ઇન સેલેસ્ટીઅલ. આ હોટલમાં એ તમામ સુવિધા તમને મળશે જેની તમને ગોવામાં અપેક્ષા છે.
ક્યાં છે હોટલ
સિગ્નેટ હોટલ કેન્ડોલિમ બીચ, નોર્થ ગોવામાં છે. કેન્ડોલિમ બીચ નજીક બેસ્ટ થ્રી સ્ટાર હોટલમાંની એક છે. થ્રી સ્ટાર કેટેગરીમાં તમને પોષાય તેવા ભાવમાં તમને અહીં રૂમ મળી રહેશે. હોટલથી ચાલીને તમે કેન્ડોલિમ બીચ જઇ શકો છો. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ્ને આકર્ષવા માટે અહીં ઘણું બધું છે.
ગોવા ડેમ્બોલિન એરપોર્ટથી હોટલ 18 કિલીમીટર દૂર છે જ્યારે પણજી રેલવે સ્ટેશનથી તેનું અંતર 15.6 કિલોમીટર છે.
આવી છે સુવિધાઓ
હોટલના કુલ 20 રૂમ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં તમને ક્લબ રૂમ, શ્યૂટ્સ, સુપિરિયર રૂમ, ફેમિલી રૂમ, નોન-સ્મોકિંગ રૂમ્સ મળશે. રૂમના પ્રકાર અનુસાર તમને નીચે પ્રમાણેની સુવિધા મળશે.
સ્વિમિંગ પૂલ
રૂમ સર્વિસ
ફ્રી પાર્કિંગ
રેસ્ટોરન્ટ
બાર/લોન્જ
ફ્રી હાઇસ્પીડ ઇન્ટરનેટ (વાઇફાઇ)
બ્રેકફાસ્ટની સુવિધા
એર કન્ડિશનર
એલઇડી ટીવી
ડ્રાઇ ક્લિનિંગ
લોન્ડ્રી સર્વિસ
Concierge
મીનીબાર
આઉટડોર પુલ
પ્રાઇવેટ બાલ્કની
એવરેજ પ્રાઇસ
રૂ.2,662 – રૂ.9,640
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.