મીની પોઈચા નજીક આ છે ભાવના રિસોર્ટ,આવી છે સુવિધા

0
1658
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતમાં કચ્છના મોટા રણની સાથે નાનું રણ પણ વિદેશી ટૂરિસ્ટોને આકર્ષે છે. અહીંના વાઇલ્ડ એસ (જંગલી ગધેડા)ને જોવા મોટી સંખ્યામાં દેશી-વિદેશી પ્રવાસીઓ આવતા રહે છે. કચ્છના નાના રણમાં તમને અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળી શકે છે. દિવાળી પછીનો સમય અહીં ફરવા માટે શ્રેષ્ઠ છે. અહીં એકાદ-બે દિવસનું રોકાણ કરીને પકૃતિની મજા માણી શકાય છે. રોકાણ કરવા માટે અહીં અનેક રિસોર્ટ છે જેમાંનો એક છે ભાવના રિસોર્ટ એન્ડ ફાર્મ.

ક્યાં છે ભાવના રિસોર્ટ

અમદાવાદથી લગભગ 95 કિલોમીટર દૂર કચ્છના નાના રણ નજીક દસાડા રોડ, પાટડીમાં આવેલો છે ભાવના રિસોર્ટ. સાણંદ-વિરમગામના રસ્તે અહીં જઇ શકાય છે.

રિસોર્ટમાં સુવિધાઓ

ભાવના રિસોર્ટમાં એસી રૂમ, ડીશ ટીવી કનેકશન્સ, ગાર્ડન અને રમતનું મેદાન, પરંપરાગત હિંચકા, 24 કલાક પાણી અને વીજળીની સુવિધા, સ્વિમિગ પુલ, રેસ્ટોરન્ટ, ઓપન જીપ સફારી, અનુભવી ગાઇડને સ્ટાફની સુવિધા છે.

નજીકના ફરવા લાયક સ્થળો

અહીં નજીકમાં કચ્છના નાના રણ ઉપરાંત, પાટણની રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, શંખેશ્વરી જૈન ટેમ્પલ, બહુચરાજી અને મોઢેરાનું સૂર્ય મંદિર, રાજેશ્વરી માતાનું મંદિર, વચ્છરાજ બેટ જેવા સ્થળો છે.

આ છે પેકેજ

ભાવના રિસોર્ટમાં લંચ, ડિનર, નાઇટ સ્ટે, જીપ સફારી (શેરિંગના આધારે), ટી-બ્રેકફાસ્ટ વગેરે સાથે એક વ્યક્તિના રૂ.4000/- + 12% GST (પ્રતિ દિવસ), કપલના રૂ.5000/- + 12% GST (પ્રતિ દિવસ)નો ચાર્જ છે.

એકસ્ટ્રા સફારીઃ રૂ.2000/- + 12% GST (શેરિંગના આધારે)

ખાનગી સફારી:- Rs 3000/- + 12% GST (માત્ર સફારી નાઇટ સ્ટે અને જમવા વિના)

જો જીપ સફારી શેરિંગ વગર કરવી હોય તો એકસ્ટ્રા 1000 રૂપિયા આપવા પડશે.

ચેક ઇનઃ 01:00 pm (બપોરે)
ચેક આઉટ: 11:00 am (સવારે)

નોંધઃ દિવાળીની રજાઓ દરમ્યાન ભાડામાં તફાવત રહેશે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.