રિસોર્ટ તો અનેક બન્યા છે પરંતુ એક જ જગ્યાએ વોટરપાર્ક અને એડવેન્ચર રાઇડ્સ હોય તેવા રિસોર્ટ ઘણાં ઓછા હોય છે. વિજાપુરની નજીક આવો જ એક રિસોર્ટ છે, જ્યાં તમે તમામ પ્રકારની એક્ટિવિટી કરી શકો છો. આ રિસોર્ટનું નામ છે તિરુપતિ ઋષિવન. ખરેખર નામ પ્રમાણે જ જંગલમાં સ્વર્ગ ઉભું કર્યું છે અને આ કામ કર્યું છે જીતુભાઇ પટલે.
જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. વિસનગરના પાટીદાર જીતુભાઇ પટેલે સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કર્યું છે. જીતુભાઇ પટેલે વિસનગર નજીક તિરુપતિ નેચરપાર્ક અને વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ ઉભો કર્યો છે.
આ રીતે આવ્યો આઇડિયા
ઉંઝાની બાજુમાં ટુંડાવ ગામે એક ખેડૂતના ઘરે જન્મેલા જીતુભાઇએ સિવિલ એન્જિનિયરિંગ કરી કન્સ્ટ્રક્શન લાઇનમાં ઝંપલાવ્યું. એક સમયે વિજાપુર અને હિંમતનગર હાઇવે પરથી પસાર થતા તેઓની નજર નદીની બંજર અને પડતર જમીન પર પડી. તેઓને વિચાર આવ્યો કે આ જમીનમાં એવો પાર્ક બનાવુ કે લોકોને વિકેન્ડ કે હોલીડેમાં એન્જોય કરવા માટે આબુ કે ગુજરાતની બહાર જવુ ન પડે. અને આ રીતે પાયો નંખાયો તિરૂપતિ રિસોર્ટનો.
2008 જમીન લીધી અને 20011માં શરૂ થયો તિરૂપતિ નેચરપાર્ક અને પછી તિરૂપતિ રિસોર્ટ. તિરૂપતિ એમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો ગુજરાતનો નદી કિનારાનો સૌથી મોટો રિસોર્ટ છે.
અહીં આનંદપ્રમોદ કરવા માટે 17 કરતાં વધુ સ્લાઇડ્સ છે. ઉપરાંત, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, 6ડી સિનેમા, મોન્યુમેન્ટસ, જંગલ સફારી અને ફિલ્મના લોકેશન માટેની પણ ઉત્તમ સુવિધા છે.
પાર્કમાં મિનિટ્રેન પણ છે. ફુલ-ડે એન્જોય કરવા માટે આ જગ્યા પરફેક્ટ છે. આગામી સમયમાં અહીં ગો કાર્ટિંગ, 12ડી સિનેમા, વોટર સ્પોર્ટ્સ, જંગલ રિસોર્ટ્સ, પેરાગ્લાયડિંગ, હેલિકોપ્ટર રાઇડ, બેન્કવેટ હોલ જેવી સુવિધા શરૂ કરવામાં આવશે. જીતુભાઇને ગ્રીન એમ્બેસડર અને નેશનલ એન્વાર્યમેન્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
કેવી રીતે જઇ શકાય
ગાંધીનગરથી લગભગ 50 કિલોમીટર દુર વિજાપુર-હિમ્મતનગર હાઇવે પર દેરોલ ખાતે આ રિસોર્ટ આવેલો છે. તિરૂપતિ એડવેન્ચર પાર્ક જવા માટે તમારે ગાંધીનગરથી મહુડી-વિજાપુર રોડ પર જવું પડશે. વિજાપુર પછી હિંમતનગર હાઇવે પર ટર્ન લેવો પડશે. આ એડવેન્ચર પાર્કમાં તમે આખો દિવસ એન્જોય કરી શકો છો. અહીં લંચ કરવા માટે રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.