હરવા-ફરવાની સાથે જ જો તમે તે જગ્યાની સુંદરતાને એવીને એવી જાળવી રાખવા માંગો છો તો સૌથી જરૂરી છે તે જગ્યા પર કોઇપણ પ્રકારની ગંદકીને ન ફેલાવા દો. અને આના માટે સૌથી પહેલા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો. આનો ઉપયોગ ફક્ત કપડાં અને ફૂટવેર્સના પેકિંગ સુધી જ રાખો કારણ કે ઘણીવાર વરસાદ અને હિમવર્ષાથી બેગની અંદર રાખેલા કપડા ભીના થવાની સંભાવના રહેતી હોય છે.
પ્લાસ્ટિકની વોટર બોટલ્સ કરે એવોઇડ
મોટાભાગના લોકો ટ્રાવેલિંગ દરમ્યાન બોટલ્સ કેરી કરવાનું પસંદ નથી કરતા. તેમનું માનવું હોય છે કે જ્યારે તરસ લાગશે ત્યારે બોટલ્સ ખરીદીશું. પરંતુ વારંવાર બોટલ્સ ખરીદવી અને પીધા પછી તેને ગમે ત્યાં ફેંકી દેવાથી તમે તે જગ્યાને ગંદી કરો છો. સારૂ એ રહેશે કે તમે તમારી સાથે એવી બોટલ્સ રાખો જેમાં પાણી સમાપ્ત થઇ ગયા બાદ ફરી ભરી શકાય. સ્ટેનલેસ સ્ટીલ, પીતળ કે ગ્લાસની બોટલ્સ આના માટે યોગ્ય રહેશે.
પ્લાસ્ટિક ફૂડ્સને પણ કહો ના
જો તમે ટ્રાવેલિંગ દરમ્યાન ચિપ્સ, કુકીઝ, મેગી અને આવા જ નાસ્તા કરવાનું પસંદ કરો છો તો તેને ખરીદીને કોઇ સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં પેક કરો. ત્યાર બાદ તમારે તેનું રેપર ફેંકવાનું ટેન્શન નહીં રહે. કોલ્ડ ડ્રિંક્સ વગેરેની બોટલ્સને પણ ઉપયોગમાં લીધા પછી પાછી પોતાની બેગમાં રાખો કે પછી કચરામાં ફેંકી દો.
શોપિંગ માટે પેપર બેગ્ઝ છે બેસ્ટ
જો તમે ફરવાના શોખીન હોવાની સાથે જ એક જવાબદાર નાગરિક પણ છો તો આ ઇકો-ફ્રેન્ડલી ટિપને જરૂર ફોલો કરો. જે પણ જગ્યાએ ફરવા જઇ રહ્યા છો તે જગ્યાએ શોપિંગ કરવાનો પ્લાન છે તો પ્લાસ્ટિક બેગ્ઝ લેવાનું એવોઇડ કરો. આમ તો આજકાલ મોટાભાગની જગ્યાએ પેપર બેગ્ઝનો ઉપયોગ થવા લાગ્યો છે પરંતુ ઘણીવાર ભારે ચીજોના કારણે તેના ફાટવાનો ડર રહે છે. આવામાં સારૂ એ રહેશે કે પોતાની પાસે લેધક કે કપડાથી બનેલી બેગોને રાખો. જે દરેક રીતે યોગ્ય છે.
આઇસ્ક્રીમ ખૂણાંમાં રાખો
ગરમીઓમાં ક્યાંક હરવા-ફરવા જઇ રહ્યા છો અને આઇસ્ક્રીમ ખાવાનું મન થઇ રહ્યું છે તો પ્લાસ્ટિક કપવાળા આઇસ્ક્રીમના બદલે કોનવાળા આઇસ્ક્રીમ ખાઓ. આઇસ્ક્રીમ સ્વાદની સાથે ગરમીઓમાં રિલેક્સ થવા માટે ખાવામાં આવે છે ન કે દેખાડવા માટે. તો આનું પણ ધ્યાન રાખો.