આ છે દિલ્હીના એવા રેસ્ટોરન્ટ જ્યાં મળે છે ભારતીય સંસ્કૃતિનો સ્વાદ

0
300
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દિલ્હી એક એવું શહેર છે જ્યાં દરેક ધર્મ અને સંસ્કૃતિના લોકો વસેલા છે. પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઇને દક્ષિણ સુધી. અલગ-અલગ સંસ્કૃતિ હોવાના કારણે લોકોની ખાણી-પીણીમાં વિવિધતા જોવા મળે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે અલગ કલ્ચર હોવાના કારણે લોકોને પોતાનો ટેસ્ટ નથી મળતો. આજે અમે આપને એવા રેસ્ટોરન્ટ વિશે જણાવીશું જ્યાં તમને તમારી સંસ્કૃતિનો ટેસ્ટ મળી રહેશે. તો આવો જાણીએ દિલ્હીની આવી જ કેટલીક રેસ્ટોરન્ટ અંગે.

સાગર રત્ન (ડિફેન્સ કૉલોની) (Sagar Ratna)

આમ તો સાગર રત્ન દિલ્હીમાં અનેક જગ્યાઓ છે પરંતુ ડિફેન્સ કૉલોની માર્કેટમાં આવેલી સાગર રત્નમાં સાઉથ ઇન્ડિયન સ્વાદનો જવાબ નથી. અહીં તમને પ્રામાણિક દક્ષિણ ભારતીય ભોજન મળે છે. મૈસૂર મસાલા ઢોંસા, માખણ મસાલા ઢોંસા, રવા ઇડલી, વેજ ઉત્તપમ અહીંની વિશેષતા છે. 700 રુપિયામાં અહીં બે લોકો ભરપેટ ખાવાનું ખાઇ શકે છે.

સમર હાઉસ કેફે, દિલ્હી (summer house cafe delhi)

જો તમે પાર્ટી કરવાના શોખીન છો તો હોજ ખાસનું સમર હાઉસ કેફે તમને જરુર પસંદ આવશે. રુફટોપ પર બનેલા આ રેસ્ટોરન્ટમાં દરરોજ મ્યૂઝિકલ ઇવેન્ટ્સ થાય છે. ખાવામાં અહીંનો કીમા પાવ, પેની અર્બીઆટા, વેફલ્સ ઘણાં જાણીતા છે. આ ઉપરાંત તમે ઇટાલિયન ખાવાના શોખીન છો તો અહીંની ઇટાલિયન ડીશ તમને દિવાના બનાવી દેશે. અહીં 2000 રુપિયામાં બે લોકો આરામથી ઘણાં ઓર્ડર કરી શકે છે.

નૈવેદ્યમ (Naivedyam)

નૈવેદ્યમમાં જઇને તમે દક્ષિણ ભારત માટે તમારો પ્રેમ અનુભવી શકો છો. અહીંનો માહોલ શાંત છે અને સ્ટાફ વિનમ્રતાથી વાત કરે છે.

મુરથલ

દિલ્હીની પાસે એક ઘણી જ મનોરંજક જગ્યા છે મુરથલ. મુરથલમાં એક પંજાબી થીમવાળી ગામઠી સ્ટાઇલની રેસ્ટોરન્ટ છે જે હવેલી નામથી જાણીતી છે. આ જગ્યા સારા પંજાબી ભોજન માટે વખણાય છે. અહીં પરોઠા, દાલ મખની, પુરી ચુહલ, લસ્સી અને જલેબીની સાથે એક સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ભોજનનો આનંદ લઇ શકાય છે.

મહારાષ્ટ્ર સદન ઇન્ડિયા ગેટ (Maharashtra Sadan)

મરાઠી ભોજન અંગે વિચારતા જ સૌથી પહેલા કાંદા પૌહા, વડાપાવ અને પાઉંભાજી પર ધ્યાન અટકી જાય છે. જો કે વ્યંજનોની વિશેષતાના કેસમાં આ રાજ્યનો કોઇ જવાબ નથી. સરળ શબ્દોમાં કહીએ તો મરાઠી ખાવામાં તમને સ્વાદથી ભરપૂર પારંપારિક વ્યંજનનો લુફ્ત મળે છે. મહારાષ્ટ્ર સદનમાં તમે સ્વાદિષ્ટ મરાઠી ભોજનનો સ્વાદ ચાખી શકો છો.