દેવોના દેવ મહાદેવના વિવિધ મંદિરોના દર્શને આપણે જઇએ છીએ, તેમાં પણ જ્યારે મહાદેવની વાત આવે ત્યારે ૧૨ જ્યોર્તિલિંગનું નામ પહેલા આવે છે, પરંતુ આપણા દેશમાં ઘણા મહાદેવના મંદિરો છે, જ્યાં આજે પણ લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન યાત્રા આવે છે તેવું જ મંદિર છે, રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાથી ૨૨ કિલોમીટરની દૂર આવેલા કૈલાસપુરી નગરમાં એકલિંગજી મહાદેવ મંદિર. તો આવો, મંદિર વિશે, તેના ઇતિહાસ મંદિરની પૂજા વિધિ વિશે વિગતે માહિતી મેળવીએ.