કંઇક અલગ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ મળશે અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં

0
785
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદીઓ ગુજરાતી, પંજાબી, ચાઇનીઝની સાથે સાથે સાઉથ ઇન્ડિયન ફૂડના પણ દિવાના છે. અમદાવાદમાં સાઉથ ઇન્ડિયન ફૂડ માટે આમ તો અનેક રેસ્ટોરન્ટ જાણીતી છે પરંતુ અમે આજે તમને એક એવી રેસ્ટોરન્ટ વિશે જણાવીશું જેમાં તમને વ્યાજબી ભાવે ઉત્તમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માણવા મળી શકે છે. આ રેસ્ટોરન્ટનું નામ છે Radhika’s Authentic South Indian Food (રાધિકા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ)

ઘરેથી ઇડલી, ઢોંસા અને ઉત્તપમ જેવી દક્ષિણ ભારતીય વાનગીઓથી શરૂઆત કરીને સેપ્ટ અને આઇઆઇએમ જેવી એજ્યુકેશન સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સાઉથનો ચટાકો કરાવનારી રાધિકા રેસ્ટોરન્ટની આજે અમદાવાદમાં ડ્રાઇવ-ઇન રોડ, પ્રહલાદ નગર અને બોપલ એમ ત્રણ જગ્યાએ રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત તેનો સંભાર અને ચટણી છે.

જમવામાં (મેનૂ) શું મળે છે

આ રેસ્ટોરન્ટમાં તમને ઇડલી, ડોસા (ઢોંસા), ઉત્તપમ, રાઇસની અનેક વેરાયટી મળે છે. ઇડલીમાં રસમ ઇડલી, ઘી ઇડલી, મસાલા ઇડલી ઉપરાતં,મેંદુ વડા, રસમ વડા, ઓનીઅન વડા, ઇડલી વડા મળે છે. ડોસામાં સાદા, મસાલા, ડબલ બટર, ઘી રોસ્ટ, ઓનીઅન, મૈસૂર, ચીઝ મૈસૂર, પોડી, ચટની, પોડી ઓનીયન સહિત અનેક વેરાયટી ઉપલબ્ધ છે. રવા ડોસામાં રવા સાદા, રવા ઓનીઅન, મસાલા, કોકોનટ, કોકોનટ મસાલા જેવી વિવિધથા છે. રાધિકા સ્પેશ્યલમાં ચપાટી મસાલા ડોસા, ચીઝ ચપાટી, શેઝવાન, ચીઝ શેઝવાન, અચારી સાદા, અચારી ઓનીઅન જ્યારે ઉત્તપમમાં મિક્સ ઉત્તપમ, ઓનીઅન, ટોમાટો, વેજીટેબલ, કોકોનટ, ચીઝ, સેન્ડવીચ, ચીઝ કોર્ન ઉત્તપમ સહિત અનેક વેરાયટી મળે છે.

રાધિકાઝમાં સ્પેશ્યલ અને લિમિટેડ મિલનો વિકલ્પ પણ મોજુદ છે. લિમિટેડ મિલ રૂ.170 જ્યારે સ્પેશ્યલ મિલ 225 રૂપિયામાં મળે છે. (ભાવ ફેરફારને આધીન છે)

રાધિકામાં રેસ્ટોરન્ટમાં મેનૂ અને પ્રાઇસ અંગે વધુ વિગત જાણવા માટે www.radhikasfood.in પર અથવા તો નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.

સંપર્ક નંબર (CONTACT)
07926767189
+919428605553
+918095009595

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.