વર્તમાનના ગોકુળને ઓરંગઝેબના સમયે શ્રીવલ્લભાચાર્યના પુત્ર શ્રીવિઠ્ઠલનાથે વસાવ્યું હતું. ગોકુળથી આગળ ૨ કી.મી. દુર મહાવન છે. લોકો તેને જુનું ગોકુળ કહે છે. અહિયાં ચોર્યાસી સ્થંભોનું મંદિર, નંદેશ્વર મહાદેવ, મથુરા નાથ, દ્વારિકા નાથ વગેરે મંદિર છે. મથુરામાં કૃષ્ણના જન્મ પછી કંસના તમામ સૈનિકોને ઊંઘ આવી ન હતી અને વાસુદેવની બેડીઓ ચમત્કારથી ખુલી ગઈ હતી. ત્યારે વાસુદેવજી ભગવાન કૃષ્ણને ગોકુળમાં નંદરાયને ત્યાં અડધી રાત્રે છોડી આવ્યા હતા. નંદના ઘરે લાલનો જન્મ થયો છે. એવા સમાચાર ધીમે ધીમે ગામમાં ફેલાઈ ગયા. તે સાંભળીને તમામ ગોકુળવાસી ખુશીઓ મનાવવા લાગ્યા.