ભગવાન શ્રી કૃષ્ણની જન્મ નગરી મથુરા વિશે કહેવામાં આવે છે કે અહિયાં ક્યાંય પણ એક પત્થર ઉછાળો તો તે કોઈ પણ મંદિરમાં જ પડે છે. તેથી મથુરાને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. મથુરામાં શ્રી કૃષ્ણના અગણિત મંદિર છે અને દરેક મંદિરનું એક ઐતિહાસિક મહત્વ પણ છે. અહિયાં હંમેશા મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી છે. તેમાંથી અમુક મંદિર એકદમ ખાસ છે, જો તમે મથુરામાં આ મંદિરોના દર્શન નથી કર્યા તો તમારે મથુરા જવું વ્યર્થ છે.