ઘણીવાર એવું થાય છે કે તમે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા હોવ અને ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી ખબર પડે કે તમારો સામાન ક્યાંક ખોવાઈ ગયો છે. ત્યારે ઘણીવાર સમજી જશકતા નથી કે હવે શું કરવું બની શકે કે તમારો સામાન કોઈ ખોટી ફ્લાઇટમાં અથવા કોઈ ખોટા એરપોર્ટ પર પહોંચી ગયો હોય. આ સ્થિતિમાં ધીરજ સાથે કેટલીક વસ્તુઓ ફોલો કરશો તો તમારો ખોવાયેલ અથવા મિસપ્લેસ થયેલ સામાન તરત મળી જશે.
સૌથી પહેલું કામ આ કરો
ખોવાયેલ સામાન અંગે જવાબદારને સૂચના આપવા માટે PIR ફોર્મ ભરો. PIR એટલે પ્રોપર્ટી ઈરેગ્યુલેટરી રિપોર્ટ. જેમાં તમારે ડિટેઇલ ભરવાની હોય છે કે તમારો શું-શું સામાન ખોવાયો છે અને તેમા રહેલી વસ્તુઓ શું છે. જો આ માટે તમે કંપન્સેશન ઇચ્છો છો તો તમારી ટ્રાવેલ ડેટના એક સપ્તાહમાં PIR ફોર્મની કોપી એરલાઇન્સ ઓથૉરિટી સામે જમા કરો.
જ્યારે સામાન ગૂમ થઈ જાય
જો એરલાઇન્સ તમારો સામાન ટ્રાવેલ ડેટની 3 સપ્તાહની અંદર તમારી સુધી નથી પહોંચાડતી તો તમે સામાન ખોવાઈ ગયાની ફરિયાદી નોંધાવી શકો છો. આ રિપોર્ટ ત્યારે પણ ફાઇલ કરવામાં આવે છે કે જ્યારે એરલાઇન કંપની તમારો સામાન ખોવાઈ ગયાની જાણકારી તમને આપે.
ખોવાયેલ સમાનનું પૂરું વળતર
કોઈપણ પ્રવાસીના સામાન ખોવાઈ જવાની પૂર્ણ જવાબદારી એરલાઇન્સની રહે છે. સામાનના બદલે પેસેન્જરને તેની ભરપાઈ એરલાઇન્સ જ કરે છે. જો તમે એક જ દિવસમાં બે કનેક્ટિંગ ફ્લાઇટમાં પ્રવાસ કરો છો અને એરલાઇન્સ કંપની અલગ અલગ છે. તો વળતર તમે ફ્લાઇટમાં છેલ્લે પ્રવાસ કર્યો છે તે કંપની આપશે.
એરલાઇન્સ ઓથોરિટીને આપો સૂચના
જો પ્લેનની મુસાફરી દરમિયાન તમારી બેગ ખોવાઈ ગઈ છે તેવું તમને લાગે કે તુરંત જ એરલાઇન્સ ઓથોરિટીનો સંપર્ક સાધો. એરલાઇન્સનો સ્ટાફ તમારી બધી મદદ કરવા માટે બંધાયેલ છે. જો લેગેજ કન્વેયર બેલ્ટમાં તમારી બેગ દેખય જ નહીં તો તેનું ટ્રેસિંગ કરી શકો છો. તમારા બોર્ડિંગ પાસ સાથે લગેજ રિસીપ પણ હોય છે. આ રિસીપની મદદથી તમે ખોવાયેલ સામાન માટે દાવો કરી શકો છો.
તમારી બેગમાં શું શું હતું?
કંપની તમારા સામાનની ત્યારે જ ભરપાઈ કરશે જ્યારે તમે કંપનીને જણાવશો કે બેગમાં ક્યો ક્યો સામાન હતો. તેના માટે જરુરી છે કે સામાન પેક કર્યા બાદ બેગનો અંદરથી એક ફોટો ખેચીને તમારા મોબાઇલમાં રાખો. જેથી વળતર માટે તમે તમારા ખોવાયેલ સામાનનું પ્રૂફ આપી શકો. જે લોકોએ બેગનો ફોટો નથી લીધો તેઓ મૌખીક અથવા લેખીત રુપે બેગમાં રાખેલા સામાનનું વિવરણ આપી શકે છે.