એન્ડ ટાઇમ ટિકિટ બુકિંગ મોંઘુ નહીં પડે, આટલું કરો

0
428
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સામાન્ય રીતે લોકો વિચારે છે કે મહિનાઓ પહેલાથી ફરવાનું પ્લાનિંગ કરીને ટિકિટ બૂક કરી લેવી એ સસ્તી ટિકિટ મેળવવાનો એકમાત્ર રસ્તો છે, પરંતુ જો તમે પણ આવું વિચારી રહ્યા હોવ તો ખોટું વિચારો છો. તમે એકમદ અંતિમ સમયે પણ ફ્લાઇટથી લઈને હોટેલ્સનું બુકિંગ કરાવી શકો છો. જો તમે એવા વ્યક્તિ છો જેમનો પ્રોગ્રામ અંતિમ સમયમાં જ ફાઇનલ થાય છે તો બુકિંગને લઈને ચિંતા કરવાની જરુર નથી. આ સમયે પણ તમે ઓછા રુપિયામાં તમારી મનપસંદ ફ્લાઇટમાં બુકિંગ કરાવી શકો છો. આ માટે તમારે ફક્ત આ બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે.

જો તમારો પ્રોગ્રામ હંમેશા એન્ડ સમયે નક્કી થતો હોય તો ટિકિટ ભાડા અંગે એલર્ટ સેટ કરી લો. જેના કારણે જેવા ટિકિટના દરમાં ફેરફાર થશે કે તમને નોટિફિકેશન મળતું રહેશે. જેવું તમને જાણ થાય કે આ સમયે ટિકિટના દર ઓછા છે ત્યારે તુરંત જ બુકિંગ કરાવી દો. આ તમને એલર્ટ કરે છે કે ક્યા સમયે ટિકિટ ઓછી છે.’

પ્રમોશન અને ડિસ્કાઉન્ટ કોડ્સનો ઉપયોગ કરો

ઘણા ઓનલાઇન ટ્રાવેલ એગ્રીગેટર અંતિમ સમયના બુકિંગ પર ડિસ્કાઉન્ટ કોડ અને પ્રમોશન ઓફર આપે છે. આ છૂટ તમારા બજેટને ખૂબ ઓછું કરવા માટે સમર્થ હોય છે. અંતિમ સમયના ડિસ્કાઉન્ટ અને કૂપનને યુઝ કરીને તમે તમારો પ્રવાસ ખર્ચ 30% સુધી ઘટાડી શકો છો. આ ઉપરાંત તમે એપ્સના માધ્યમથી બુકિંગ્સ કરો છો તો કેટલાક OTA એપ એક્સક્લૂઝિવ છૂટ પણ આપે છે.

આ રીતે 5 સ્ટારમાં મેળવો સસ્તો રુમ

અંતિમ સમયે બુકિંગ કરતા લોકો માને છે કે આ સમયે ફક્ત બજેટ વિકલ્પો પર ધ્યાન રાખવાની જરુર છે. જોકે આ વિચાર પણ સદંતર ખોટો છે. તમે થોડક જ વધુ પૈસા ખર્ચીને 4-5 સ્ટાર હોટેલમાં તેની ઓરિજનલ કિંમત કરતા ખૂબ સસ્તામાં રુમ બુક કરી શકો છો.

72% લોકોને નથી ખબર ટિકિટ બુક કરવાનો સાચો સમય

આ સર્વે મૂજબ 72 ટકા લોકો એ બિલકુલ નથી જાણતા કે ટિકિટ બુક કરવાનો સૌથી બેસ્ટ સમય ક્યો હોઈ શકે છે. એક સર્વેમાં જણાયું કે વેકેશનમાં પ્રવાસ કરતા ભારતીયો પૈકી 72%ને નથી ખબર કે આ માટેની ટિકિટ બુક કરવાનો સાચો સમય ક્યો છે. જેનો મતલબ છે તમે પણ મોટાભાગે એવા સમયે ટિકિટ કરવાો છો.

લોયલ્ટી પોઇન્ટો ઉપયોગ કરો

લૉયલ્ટી કાર્યક્રમ અંતર્ગત પ્રવાસીઓને કેટલાક પોઇન્ટ્સ મળે છે જે અંતિમ સમયે ટિકિટ બુક કરતા લોકો માટે વરદાનરુપ સાબિત થાય છે. આ પોઇન્ટનો ઉપયોગ કરવાથી તમારી ટિકિટના ખર્ચમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે.

ઓફ સિઝનમાં પ્રવાસ કરો

જો તમારે અચાનક ક્યાંક જવું છે અને ઓફ સીઝન શરુ છે તો તમારી ટિકિટ અને હોટેલ બુકિંગ પર મોટો ફાયદો મેળવી શકો છો. તમે એજન્ટ દ્વારા બુકિંગ કરતા હોવ તો તેમની પાસેથી પણ વધુ ડિસ્કાઉન્ટ માગી શકો છો.