રાજસ્થાનમાં જાવ તો આ ફૂડ ખાવાનું કોઈપણ સંજોગોમાં ચૂકતા નહીં…

0
792
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજપૂતોનો ગઢ કહેવાતા સમગ્ર રાજસ્થાનમાં પ્રવાસના સ્થળો તો અનેક છે જ સાથે સાથે તેની પંરપરાગત ડિશનો સ્વાદ પણ અનેરો હોય છે. તમે ગમે ત્યાં ખાવ અને પરંતુ અહીં જે ડિશ અને વેરાયટી ખાવાની મજા આવે છે તે બીજે ક્યાંય નહીં મળે. અહીં ખાણીપીણીની આઈટમમાં ઘી, તેલ મસાલાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. તો બાજરાનો રોટલો, દાળ અને રાબ સ્વાદ સાથે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જોકે સૌથી વધુ મહત્વપૂર્ણ વાત હોય તે એ છે બીજા સ્પાઇસી અને ઓઇલી ફૂડથી દૂર ભાગતા ફોરેન ટુરિસ્ટ અહીં આવે એટલે એકવાર અહીનું ફૂડ ચાખ્યા પછી પોતાની જાતને બીજીવાર આ લિજ્જતદાર થાળી ખાવાથી રોકી શકતા નથી. ચાલો આજે બનાવી લઈએ આવી જ કેટલીક ડિશનું લિસ્ટ…

દાળ-બાટી ચૂરમા

આ રાજસ્થાનની સૌથી ફેમસ ડિશ છે. જેનો સ્વાદ તમને બીજે ક્યાંય ચાખવા નહીં મળે. અહીં અલગ અલગ રીતે ત્રણ આઇટમ તમને એક સાથે પીરસવામાં આવે છે. જેમાં મસાલેદાર દાળ, ડીપ ફ્રાય બાટી, મીઠા ચૂરમા હોય છે. લોટથી બનેલી બાટીને તેલમાં પકાવ્યા પછી ઘીમાં ડુબોડી રાખવામાં આવે છે. જેનાથી તેનો ટેસ્ટ વધુ મજેદાર બને છે. ચણા, તુવેર, મગ,અડદથી બનેલી દાળ જેને પંચમેળ દાળ કહેવાય છે તેને બાટી સાથે ખાવામાં આવે છે.

ગટ્ટાનું શાક

પચવામાં ખૂબ જ હલકી ફુલકી આ ડિશ રાજસ્થાનની ફેમસ ડિશમાંથી એક છે. આ શાકમાં ગટ્ટા એટલે વેસણના નાના નાના ગોળા બનાવી તેને ફ્રાય કરીને મસાલેદાર કરીમાં નાખવામાં આવે છે. આ શાકને રોટલી અને ભાત સાથે સર્વ કરવામાં આવે છે.

 

માવા કચોરી

કચોરી અને તે પણ મીઠી… હા, તમે સાચુ વાંચ્યું, રાજસ્થાનમાં બટેટા, દાળ અને કાંદા ઉપરાંત એક ખાસ પ્રકારની કચોરી મળે છે. જેને એકવાર ખાઇને વારંવાર ખાવાનું મન થશે. તેને માવા કચોરી કહેવાય છે. જે કોઈ ખાસ ઉત્સવ અથવા તહેવાર પર નહીં પરંતુ ક્યારેય પણ ખાઇ શકાય છે. રાજસ્થાનની દરેક ગલ્લીમાં આવેલ ખાણીપીણીની દુકાન પર આ કચોરી અચૂક મળે છે.

મરચાના વડા

આ નાસ્તાની વેરાયટી છે. જેને લોકો ખૂબ જ સ્વાદ માણીને ખાય છે. મોટા લીલા મરચાની અંદર વડાના માવાને ભરવામાં આવે છે. અને પછી તેને ચણાના ઘોરમાં બોળીને ડિપ ફ્રાય કરવામાં આવે છે. આ ડિશ એવી છે કે સવારથી લઈને રાત સુધી ગમે ત્યારે તેને ચા સાથે એન્જોય કરી શકો છો.

ડુંગળીને કચોરી

આ ડિશને અહીંના લોકો સવારના નાસ્તામાં ખાસ પસંદ કરે છે. ડુંગળીને કચોરી અને બટેટાના શાકનો સ્વાદ અહીં મોટાભાગની ગલ્લીના ખુણે તમને ચાખવા મળી શકે છે.

બાજરાની રાબ

ટેસ્ટ સાથે હેલ્થની વાત કરીએ તો બાજરાની રાબ તેમાં ટોપ પર રહે છે. શરદી, ઉધરસ અને દુખાવામાં તેમજ શરીરની નબળાઈ દૂર કરવામાં રાબ ખૂબ જ હેલ્પફૂલ સાબિત થાય છે. બાજરો, ઘી, આદૂ, ગોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાબ આયરન અને મેગ્નેશિયમથી ખૂબ જ ભરપૂર હોય છે.

બાલૂશાહી

દેખાવામાં ડોનટ જેવી બાલુશાહીને લોકો દેશી ડોનટ પણ કહે છે. આ બાલુશાહીનો સ્વાદ તમને નોર્થ ઇન્ડિયામાં પણ ઘણી જગ્યાએ ચાખવા મળી જશે. પરંતુ રાજસ્થાનની બાલુશાહીમાં જે વાત છે તે બીજે ક્યાંય નથી. અહીંથી ઘરે જતા સમયે રાજસ્થાનની આ મીઠાશ સાથે પેક કરી લઈ જવાનું ભૂલતા નહીં.

કેર સાંગરી

કેર એક પ્રકારના જંગલી બોર હોય છે જેનો સ્વાદ ખાઠોમીઠો હોય છે. જ્યારે સાંગરી લાંબી સીંગ હોય છે જે જેસલમેર અને બાડમેરના વિસ્તારમાં જોવા મળે છે. તેલ અને મસાલા સાથે તેને બનાવવામાં આવે છે અને બાજરાની રોટલી અને છાસ સાથે તેને પીરસવામાં આવે છે.