ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે પોતાના રહસ્યોના કારણે ચર્ચામાં છે. એવી જ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિ વન જેના વિશે એવી માન્યતા છે કે અહી આજે પણ દરરોજ રાત્રે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. એજ કારણ છે કે સવારે ખુલતા નિધિવન ને સંધ્યા આરતી પછી બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ ત્યાં કોઈ નથી રહેતું. ત્યાં રહેતા પશુ પક્ષીઓ પણ સાંજ થતા બહાર આવી જાય છે. જો કોઈ ત્યાં છુપાઈ ને પણ રાસલીલા જોવાની કોશિશ કરે છે તો એ પાગલ થઇ જાય છે.
શરદ પૂનમના રાતે શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે વૃંદાવનના નિધિવનમાં રાસલીલા કરતા હતા. આ કારણે જ નિધિવનને આજે પણ રહસ્યમયી માનવામાં આવે છે. વૃંદાવન ઉત્તરપ્રદેશમાં મથુરા પાસે જ સ્થિત છે. અહીં પહોંચવા માટે તમામ મોટા શહેરોથી આવવા-જવાના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. મથુરા સરળતાથી પહોંચી શકાય છે.