તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વરમ હિન્દુ ધર્મનાં મહત્ત્વનાં તીર્થ સ્થળોમાંનું એક છે.
દર્શનમહાત્મ્ય
નારાયણના સ્વરૂપ એવા શ્રીરામ અને શિવજીનો વસવાટ આ તીર્થમાં છે. શ્રી રામેશ્ર્વરમનાં દર્શનથી યશ અને વિજયપ્રાપ્તિનું ફળ મળે છે.