પ્રવાસના શોખીનોએ આ ટ્રિક્સ ધ્યાનમાં રાખવી જોઈએ

0
417
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આજે તમને કેટલાક એવી ટ્રિક્સ શીખવીશું જે તમને મુસાફરી દરમિયાન ઘણી ઉપયોગી થશે. ઓફિસ, ઘર વગેરેમાંથી સમય કાઢીને ફરવા જવાનો પ્લાન બની જાય પણ ફરવાની જગ્યા પર પહોંચ્યા પછી કેટલીક તકલીફો એવી થઈ જતી હોય છે કે તેમાંથી બહાર આવવાના ચક્કરમાં ફરવાની મજા બગડી જતી હોય છે. પણ જો તમે આ વાતો જાણતા હશો તો તમારી કેટલીક તકલીફો મામુલી બની જશે.

શૂઝ પલળી જાય તો શું કરવું?

નદી, તળાવ કે દરિયા જેવી જગ્યા પર પહોંચીને બૂટ પલળી જાય પછી તેને સૂકાવતા નાકે દમ આવી જાય છે. ઘણી વખત એવું બને કે આખા પ્રવાસ દરમિયાન એ પલળેલા બૂટ પહેરીને ફરતા રહેવું પડે. જ્યારે તમારી સાથે આવું થાય તો પલળેલા બૂટને કોરા કરવા માટે એક સરળ ટીપ્સ છે. સૌથી પહેલા તો નદીના પત્થર (બૂટમાં આવી શકે તેટલા આકારના) લઈને તેને ગરમ પાણીમાં 20 મિનિટ સુધી ગરમ થવા દો આ પછી પત્થરને પાણીમાંથી કાઢીને બૂટમાં સરકાવી દો. આખું બૂટ બરાઈ જાય ત્યાં સુધી તેમાં ગરમ પત્થર મૂકી દો. થોડીવારમાં તમારા ભીના બૂટ કોરા થઈ જશે.

બીચ પર આમ સાચવો સામાન

તમે બીચ પર કે નદી કિનારે ગયા હોવ અને કિમતી સામાનની ચિંતા થતી હોય તો આ ટ્રિક તમને ઉપયોગી થશે. આવી જગ્યાએ જતા પહેલા એક ડાઈપર સાથે રાખી લો. બાળકોનું યુઝ ડાઈપર જે રીતે વાળીને મૂકમાં આવે તે રીતે તેમાં કિંમતી સામાન એટલે કે ઘડિયાળા, મોબાઈલ ફોન, રુપિયા વગેરે કોઈ જુએ નહીં તે રીતે ગોઠવી દો. હવે આ ડાઈપર ખરેખર યુઝ થયેલું છે તેવું બતાવા માટે તેના પર ચોકલેટનો નાનો ટૂકડો મૂકીને તડકામાં ઓગળવા દો. આ રીતે તમારું ડાઈપર પડ્યું હશે તો બધાનો સામન જશે પણ તમારું ડાઈપર બીચ પર એમનું એમ પડેલું રહેશે. આ ટ્રીક્સમાં ડાઈપર કચરામાં ના જતું રહે તેનું ધ્યાન રાખવું પડશે.

બેગમાં ઘણી જગ્યા રહેશે

મુસાફરીમાં સૌથી મોટી ચિંતા બેગ ભરાઈ જવાની હોય છે. જો ઘરેથી નીકળતા પહેલા આ નાની ટ્રીક યાદ રાખશો તો તમારું બેગ સામાન મુક્યા પછી પણ ઘણું ખાલી રહેશે. ટીશર્ટ કે શર્ટ હોય તેના ગળાનો ભાગ વિરુદ્ધ દિશામાં એક પછી એક ગોઠવતા જાવ. આ ગોઠવણી દરમિયાન કપડાને ઘડી વાળવાના બદલે ખુલ્લા રાખવાના છે. આ શર્ટ કે ટીશર્ટની સ્લીવ એક બીજાની ઉપર આવવા જોઈએ. હવે, વચ્ચે-વચ્ચે સ્લીવની જગ્યા પર પેન્ટ પણ મૂકતા રહો. હવે બન્ને તરફથી શર્ટને રાઉન્ડ કરીને નીચે વચ્ચે લાવો આ પછી સ્લિવ્સને પણ જોડી દો.

આ ટ્રિક્સ સફરને વધારે મજેદાર બનાવશે

આ સિવાય સોય કે અણીવાળી નાની વસ્તુઓને કઈ રીતે સાચવવી, જો તમે ફાયર કેમ્પમાં ગયા હોવ તો આગને ઓક્સિજન કઈ રીતે પહોંચડાવો વગેરે બાબતો પણ શીખેલી હશે તો ચોક્કસ ઉપયોગી થશે. આ સિવાય કઈ રીતે સરળતાથી એક ચાદરમાંથી સ્લિપિંગ બેગ બનાવી શકો તે પણ શીખી શકશો.