ગેસ્ટને રૉયલ ફીલ કરાવવા માટે દુબઇની આ હોટલમાં આપવામાં આવે છે ખાસ ટ્રિટમેન્ટ

0
407
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં ભારતીયોની ફેવરિટ લિસ્ટની વાત કરવામાં આવે તો દુબઇનું નામ સૌથી પહેલું આવે છે. હકીકતમાં અનેક કિસ્સામાં તે ખાસ છે. શૉપિંગ કરવું હોય કે અહીંના ખાસ મૉન્યુમેન્ટ્સને નિરખવાનું હોય દરકે રીતે દુબઇ ફરવા માટે એક બેસ્ટ પ્લેસ છે. પરંતુ અહીં ફરવા ઉપરાંત રહેવા માટે ઘણાં ઑપ્શન મોજુદ છે. આમ તો દુબઇમાં ઘણી મોંઘી હોટલ્સ અને રિસોર્ટ્સ ઉપલબ્ધ છે પરંતુ દુનિયાની 3 સૌથી મોટી અને મોંઘી હોટલોમાંની એક બુર્જ અલ અરબ પણ દુબઇમાં જ આવેલી છે. આ હોટલમાં રોકાતા ગેસ્ટને સોનાનું આઇપેડ આપવામાં આવે છે.

જી હાં, તમે સાંભળવામાં કોઇ ભૂલ નથી કરી. આ હોટલમાં જો તમે રોકાશો તો તમને 24 કેરેટ સોનાનો આઇપેડ આપવામાં આવશે. આ આઇપેડ પર આપને એપ્પલ કંપની અને બુર્જ અલ અરબ હોટલના લોગો દેખાશે. આ હોટલમાં આવુ એટલા માટે કરવામાં આવે છે કે જેથી ગેસ્ટ રૉયલ ફીલ કરી શકે. આમ તો રૉયલ ફીલીંગ કરાવવા માટે હોટલમાં બીજી પણ અનેક સર્વિસિઝ આપવામાં આવે છે. તો આવો જાણીએ આ હોટલની રોયલ સર્વિસિઝમાં બીજું શું-શું સામેલ છે.

હોટલમાં છે શાનદાર રેસ્ટોરન્ટ

આ હોટલમાં અનેક શાનદાર રોસ્ટેરન્ટ્સ છે જે તેને ખાસ બનાવે છે. એક રેસ્ટોરન્ટ જમીનથી 660 ફૂટ ઉંચી છે. આ રેસ્ટરન્ટનું નામ અલ મુન્તહા છે. અહીંના સ્વાદિષ્ટ ભોજનની સાથે તમે આખુ દુબઇ ફરી શકો છો કારણ કે તે રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ છે. અહીંથી દુબઇની દરેક ખાસ જગ્યાઓ દેખાય છે. આ સિવાય અહીં એક બીજી રેસ્ટોરન્ટ છે જેનું નામ અલ મહરા છે. જેમાં પ્રવેશ કરતાં જ તમને લાગશે કે તમે દરિયાની નીચે આવી ગયા છો. આ એક્વેરિયમમાં 990000 લીટર પાણી ભરવાની ક્ષમતા છે. અહીં અનેક સમદ્રી જીવ જોવા મળશે. તમને અહીં સબમરીન જેવો અનુભવ થશે. જો કે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે તમારે સારીએવી કિંમત ચુકવવી પડશે.

અહીં છે હેલીપેડની સુવિધા

પર્વતથી પણ ઉંચી આ હોટલમાં એક હેલીપેડ પણ બનાવાયું છે. આ હેલીપેડની ખાસિયત એ છે કે અહીં ગોલ્ફ અને ટેનિસ રમી શકાય છે. જેની ઉંચાઇ 689 ફૂટ છે. ગોલ્ફના મહાન પ્લેયર ટાઇગર વુડ્સ અહીં ગોલ્ફ રમી ચૂક્યા છે. રૉજર ફેડરરે પણ અહીં ટેનિસની એક મેચ રમી હતી.

રૂમ છે જબરજસ્ત

તમને જાણીને નવાઇ લાગશે કે હોટલમાં એક દિવસ રોકાવાનો ખર્ચ લગભગ 15 લાખ રૂપિયા છે. જી હાં, આ હોટલ જેટલી શાનદાર છે એટલી મોંઘી પણ છે. અહીં 200થી વધુ રૂમ છે અને બધા રૂમ સફેદ છે. આ રૂમમાં તમામ પ્રકારની સુવિધા છે. અહીં 1820 ફૂટ અને 8400 ફૂટ એમ બે પ્રકારના રૂમ છે. હોટલમાં કુલ 18 લિફ્ટ છે.

સમુદ્રની વચ્ચોવચ જહાજ જેવી દેખાય છે હોટલ

આ હોટલ એક ટાપૂ પર છે અને ચારેબાજુ સમુદ્રથી ઘેરાયેલી છે. આ ટાપૂ પર જ આ હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોટલને એવી રીતે બનાવાઇ છે કે સમુદ્રની વચ્ચે જહાજ જેવી લાગે છે. હકીકતમાં તેનો આકાર જહાજમાં લાગેલા પડદા જેવો છે. આમ તો આ હોટલને જાણીતા આર્કિટેક્ટ ટૉપ રાઇટે બનાવી છે. આ હોટલને 1994માં બનાવવામાં આવી હતી અને 1997માં તે બનીને તૈયાર થઇ ગઇ હતી. આને જહાજ જેવો શેપ આપવા માટે હોટલની ઉપરના કેટલાક માળને ફક્ત એમ જ બનાવાયા છે. આ હોટલને બનાવવામાં 2000 મજૂરોની મહેનત છે.

દુબઇની શાન છે હોટલ

આ હોટલ દુબઇની શાન છે એ વાતનો અંદાજો તો આ હોટલમાં પ્રવેશ કરતાં જ ખબર પડી જાય છે. એ જાણીને તમે આશ્ચર્યમાં મુકાઇ જશો કે હોટલની મહિલા સ્ટાફને હોટલના માલિકે સોનાનો ભારે હાર આપ્યો છે આ હારને તે પોતાના યૂનિફોર્મની સાથે પહેરવાનો હોય છે. આવુ એટલા માટે જેથી આ હોટલની શાન જળવાઇ રહે. અહીં એક લાઉન્જ પણ છે. જેની દિવાલો પર કેટલીક કલા કારીગરી કરવામાં આવી છે. જેથી તે આપણી આકાશગંગા જેવી દેખાય. એટલા માટે અહીં 29000 ક્રિસ્ટલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.