સ્વિટ્ઝરલેન્ડમાં છે છત અને દિવાલ વગરની ‘ઝીરો સ્ટાર’હોટલ

0
367
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ખુલ્લા આકાશ નીચે બેસીને તારા જોવાનો આનંદ પણ કંઇક અલગ છે. સ્વિટ્ઝરલેન્ડમાં એક આવી જ અનોખી હોટલ છે, જે તમારા શોખને શાનદાર અંદાજમાં પૂરા કરે છે. જી હાં, આ હોટલનું નામ છે The Null Stern Hotel. તેમાં ના દિવાલ છે, ના મોટા-મોટા ઝુમ્મર, ના ટીવી ના સાજ-સજાવટની ચીજો અને ના વોશરૂમ. પરંતુ લોકો રાત વિતાવવા અહીં પહોંચે છે.

સમુદ્રની સપાટીએથી 6,463 ફૂટની ઉંચાઇ પર

આ અનોખી હોટલ સ્વિસ આલ્પ્સમાં સમુદ્રની સપાટીએથી 6 હજાર 463 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. હકીકતમાં સ્વિટ્ઝરલેન્ડના બે આર્ટિસ્ટ ફ્રેંક અને પેટ્રિક રિકલિને આ સેફીનેંટ લેન્ડ આર્ટ ફેસ્ટિવલ માટે બનાવાઇ હતી. પરંતુ જગ્યા એટલી પોપ્યુલર થઇ ગઇ છે કે આને પર્યટકો માટે ખોલી નાંખવામાં આવી છે.

250 ડૉલરમાં વિતાવો એક શાનદાર રાત

Graubünden ના Picturesque પર્વતોની વચ્ચે બનેલી આ હોટલમાં પોતાના પાર્ટનરની સાથે એક સુંદર રાત વિતાવવા માટે તમારે 250 ડૉલર ચુકવવા પડશે. આમાં આપને કીન સાઇઝ બેડ, બે બેડસાઇડ લેમ્પ અને એક બટલર (વેટર) મળશે.

5 મિનિટના અંતરે છે વોશરૂમ

જો આપને વૉશરૂમ જવું છે, તો આના માટે ઓછામાં ઓછી 5 મિનિટ લાગશે. કારણ કે તેને બેડથી દૂર બનાવવામાં આવી છે. જેથી તમારી આંખો અને સુંદર દ્રશ્ય વચ્ચે ખલેલ ન પડે. પહેલા પણ આ આર્ટિસ્ટ સ્વિટ્ઝરલેન્ડમાં જ જમીનની નીચે પરમાણુ બંકરની અંદર 6 સિંગલ અને 4 ડબલ બેડની હોટલ બનાવી ચુક્યા છે.