રાજસ્થાન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી પર્યટકો અહીં ફરવા આવે છે. જો કે, કોરોના વાયરસની બીમારીના કારણે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નથી આવી રહ્યા. આ રાજ્યમાં અનેક એવા શહેર છે જે પોતાની વિરાસત માટે આખી દુનિયામાં જાણીતા છે. તેમાનું એક શહેર છે જેસલમેર. આ શહેર રાજસ્થાનના રેગિસ્તાન થારમાં વસેલું છે.
એવું કહેવાય છે કે દ્ધાપર યુગમાં મહાભારત યુદ્ધ પછી મોટી સંખ્યામાં યાદવ અહીં આવીને વસ્યા હતા. આ શહેરની સ્થાપના 12મી શતાબ્દીમાં યદુવંશીઓ દ્ધારા કરવામાં આવી હતી તો જેસલમેર શહેરની સ્થાપના રાજા જેસલ દ્ધારા 1156માં કરવામાં આવી હતી. આ સુંદર હવેલીઓ, જૈન મંદિરો અને કિલ્લા માટે જાણીતું છે. આ કારણથી જેસલમેરનું નામ યૂનેસ્કોમાં નોંધાયેલુ છે.
જેસલમેરને જીવતો કિલ્લો પણ કહેવામાં આવે છે કારણ કે દુનિયાભારની અનેક સુંદર હવેલીઓને હોટલમાં ફેરવી નાંખવામાં આવી છે, પરંતુ જેસલમેરનો કિલ્લો તેના જુના સ્વરૂપમાં મોજુદ છે. આ કિલ્લાની અંદર વર્તમાન સમયમાં 4 હજારથી વધુ લોકો રહે છે જે પર્યટન દ્ધારા પોતાની રોજગારી મેળવી રહ્યા છે. જ્યારે કિલ્લામાં 1 હજારથી વધુ લોકો મફતમાં રહે છે. તેમને ભાડુ નથી ચૂકવવું પડતું.
તમે એ વાત જાણીને આશ્ચર્યમાં પડી જશો પરંતુ તે સાચું છે. ઇતિહાસકારોનું માનીએ તો રાજા રાવલ જૈસલ સેવાદારોની સેવાથી ઘણાં જ પ્રસન્ન થયા હતા. ત્યાર બાદ તેમણે સેવાદારોને 1500 ફૂટ લાંબો કિલ્લો આપવાનો નિર્ણય કર્યો. તે સમયથી અત્યાર સુધી સેવાદારોના વંશજ જૈસલમેર કિલ્લામાં મફતમાં રહે છે.
જો વાત કરીએ કિલ્લાની તો આ 16,062 ચોરસ માઇલમાં ફેલાયેલો છે. તો તેમાં 99 બુર્જ અર્થાત ગઢ છે અને તે 250 ફૂટ લાંબો છે. કિલ્લાની દિવાલ પીળા બલુઆ પથ્થરોથી બનેલી છે અને છત અંદાજે 3 ફૂટ કાદવથી ઢંકાયેલી છે. આનાથી ગરમીના દિવસોમાં રાહત મળે છે. આ કિલ્લામાં જાળીદાર બારીઓ છે, જેનાથી હવા કિલ્લાની અંદર આવતી રહે છે.