નવેમ્બરથી ફેબ્રુઆરીથી મહિના સુધીનો સમય એટલે રાજસ્થાન ફરવા માટેનો શ્રેષ્ઠ સમય. આ સીઝનમાં ગુજરાતીઓ મોટાભાગે રાજસ્થાન ફરવા જતા હોય છે. રાજસ્થાનમાં ઉદેપુર મોટાભાગના ગુજરાતીઓની ફેવરીટ જગ્યા છે. ઉદેપુરમાં રહેવા માટે અમે આપને આજે એક ઓપ્શન આપી રહ્યા છીએ અને તે છે અરલીયાસ રિસોર્ટ.
ક્યાં છે અરલિયાસ રિસોર્ટ (Araliayas resort)
ઉદેપુર જાડોલ રોડ પર, નઇ ગામ નજીક આ રિસોર્ટ આવેલો છે. અરવલ્લીના પહાડો વચ્ચે આ એક સુંદર જગ્યા છે. ઉદેપુર શહેરની ભીડભાડથી આ જગ્યામાં તમને શાંતિનો અનુભવ કરાવશે. રિસોર્ટમાં ચારે તરફ લીલોતરી છે. બાળકો અને ફેમિલી સાથે રહેવા ગયા હોવ તો અહીં તમને મજા આવશે. અહીં શાંતિથી બે કે ત્રણ દિવસ રોકાવાથી તન અને મનનો તમામ થાક ઉતરી જાય છે. મોનસુન પેલેસ તરીકે ઓળખાતો સજ્જનગઢ પેલેસ અને વાઇલ્ડ લાઇફ સેન્ચુરી અહીંથી માત્ર 11 કિમી જ દૂર છે. આ રિસોર્ટમાં તમને સ્વિમિંગ, ટ્રેકિંગ, વિલેજ સફારી, બર્ડ વોચિંગ, માઉન્ટેન વોકિંગ જેવી સુવિધા મળે છે.
અમદાવાદથી 257 કિમી દૂર
ઉદેપુર બસ અને રેલવે સ્ટેશનથી 11 કિમી દૂર
ઉદેપુર એરપોર્ટથી 33.2 કિમી દૂર
રિસોર્ટમાં કેવી છે સુવિધા
અરલિયા રિસોર્ટમાં 25 સ્ટાઇલિશ રૂમની સુવિધા છે. અહીંનું કન્ટેમ્પરરી અને ટ્રેડિનશલ આર્કિટેક્ચર તમને લકઝરીનો અનુભવ કરાવશે.
ઇનડોર ગેમ્સ- ટેબલ ટેનિસ, કેરમ, ચેસ
સ્વિમિંગ પુલ
વાઇલ્ડ લાઇફ અને નેચર
યોગા
મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ, પુલ સાઇડ લોન્જ
ટીમ બિલ્ડિંગ, મોટીવેશનલ એક્સરસાઇઝ
ડોક્ટર ઓન કોલ
કાર રેન્ટલ (રિક્વેસ્ટથી)
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.