સિમલા નજીક બેસ્ટ 4 સ્ટાર હોટલ, ભીડભાડથી દૂર કરો એન્જોય

0
791
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમારે સિમલાની ભીડભાડથી દૂર કોઇ લક્ઝુરિયસ રિસોર્ટમાં રોકાવું હોય તો ચારેતરફ લીલોતરી, લીલાછમ વૃક્ષો, પર્વતોના શિખરો વચ્ચે આવેલી જગ્યા છે ચેલ. આ રાજાઓ અને રાણીઓનું નિવાસસ્થાન હતું. 7054 ફૂટની ઉંચાઇ પર આવેલું ચેલ એક રોમાન્ટિક જગ્યા છે. અને અહીં આવેલો છે વુ મેજિક્યૂ રિસોર્ટ. (Vue Magique resort)

વુ મેજિક્યૂ રિસોર્ટમાં સુપર ડિલક્સ રૂમ્સ, સ્પેસિયસ કોટેજ છે જેમાં ઇન્ડિવિઝ્યુઅલ બાલ્કનીમાંથી તમને પહાડોનો એક સુંદર નજારો જોવા મળે છે. આ રિસોર્ટમાં મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ અને માઉથ વોટરિંગ ફૂડ અને બેવરજીસનો ચટાકો લઇ શકાય છે. અહીં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ તમારા હોલીડેને યાદગાર બનાવી દે છે.

ક્યાં છે વુ મેજીક્યૂ રિસોર્ટ

ચેલ કુફરી રોડ પર આલમપુર, જનેડગાટમાં આ રિસોર્ટ આવેલો છે. જે સિમલાથી 38 કિલોમીટર દૂર છે અને સોલાનથી 45 કિલોમીટર દૂર છે. જેની ચારેતરફ લીલાછમ વૃક્ષો નજરે પડે છે. 1893માં બ્રિટિશ રાજ દરમ્યાન પટિયાળાના મહારાજા ભુપિંદર સિંઘે ચેલની શોધ કરી હતી. ચેલ રાજગઢ, પાંડેવા અને સાધ ટિબા એમ ત્રણેય પર્વતોથી ઘેરાયેલું છે, જેનો ઘેરાવો 72 એકરનો છે. હિમાચલમાં ચેલ, કુફરી અને સિમલા સાથે એક ગોલ્ડન ટ્રાયંગલ બને છે. અહીં દુનિયાનું સૌથી ઊંચુ ક્રિકેટ અને પોલો ગ્રાઉન્ડ છે.

રિસોર્ટમાં સુવિધાઓ (Facilities)

લોન્ડ્રી (ઓન કોલ)
વાઇફાઇ
જાકુઝી
આયર્ન, ગેમ્સ
ડી.જે.બોર્નફાયર
પર્સનલ પુલ
ટેલીસ્કોપ, ફ્રી પાર્કિંગ
રેસ્ટોરન્ટ
ટી-કોફી મેકર
24 કલાક હોટ-કોલ્ડ વોટર
ડેસ્ટિનેશન વેડિંગ

હોટલમાં રૂમના પ્રકાર

સુપર ડિલક્સ રૂમ
લક્ઝુરિ રૂમ
પ્રીમિયમ શ્યૂટ
હનીમુન શ્યૂટ
સ્વીસ ટેન્ટ્સ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.