ઘણી જ સુંદર અને રોમાંચક જગ્યા છે દાર્જિલિંગ, આ રહ્યા ફરવાના સ્થળો

0
838
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દાર્જિલિંગને પર્વતોની રાણી કહેવાય છે જે પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. દાર્જિલિંગ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ નગર જોવામાં ઘણી જ સુંદર અને રોમાંચક છે એટલા માટે અહીં આખું વર્ષ લોકો ફરવા માટે આવતા રહે છે. દાર્જિલિંગ શબ્દની ઉત્પતિ બે તિબ્બતી શબ્દો બ્રજ અને લિંગથી થઇ છે. જેનો અર્થ છે બ્રજનું સ્થાન. આંતરરાષ્ટ્રીય સ્તરે દાર્જિલિંગ તેની ચા માટે જાણીતું છે. દાર્જલિંગ ચાના બગીચા, મંદિર અને મઠ માટે જાણીતું છે. આની શોધ ત્યારે થઇ હતી જ્યારે આંગ્લ-નેપાળ યુદ્ધ દરમ્યાન એક બ્રિટિશ સૈનિકની ટુકડી સિક્કીમ જવા માટે એક નાનકડો રસ્તો શોધી રહી હતી.

દાર્જિલિંગમાં ફરવાના સ્થળો (Visiting Places)

ટાઇગર હિલ (Tiger Hill) – આ દાર્જિલિંગ શહેરથી 14 કિલોમીટર દૂર 8482 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. આ લોકો માટે ઘણી જ સુંદર દર્શનીય સ્થળ છે. આ હિલ પર ચઢાઇ કરવામાં સૌથી વધુ આનંદ આવે છે. આની પાસે બરફથી ઢંકાયેલા કંચનજંગાના પહાડો પાછળથી સૂર્યોદયનો આકર્ષક નજારો જોવા મળે છે. અહીંથી જ તમને વિશ્વની સૌથી ઉંચી પર્વતમાળા માઉન્ટ એવરેસ્ટની ટોચ પણ જોવા મળશે.

તેજિંગસ લેગેસી – હિમાલય માઉન્ટેનિંગ સંસ્થાની સ્થાપના ઇસ.1954માં કરવામાં આવી હતી અને ઇસ.1953માં પહેલીવાર એવરેસ્ટનું શિખર સર કરવામાં આવ્યું હતું. અહીં એક માઉન્ટેનિંગ સંગ્રહાલય પણ છે. આ મ્યુઝિયમને એવરેસ્ટ મ્યુઝિયમના નામે પણ ઓળખવામાં આવે છે.

ટોય ટ્રેન (Toy Train) – દાર્જિલિંગમાં ટોય ટ્રેનથી તમે પ્રાકૃતિક નજારાનો આનંદ માણી શકો છો. આ જલપાઇગુડીથી દાર્જિલિંગ સુધી 78 કિલોમીટરના લાંબા ટ્રેક પર વાંકા-ચૂંકા રસ્તાથી પસાર થતી દરેક પળને યાદગાર બનાવે છે. આ ટ્રેન બતાસિયા લૂપ પર સૌથી વધુ સુંદર લાગે છે કારણ કે અહીં તે આંઠના આકારમાં ફરે છે.

 

જાપાની મંદિર (પીસ પગોડા- Peace Pagoda) – આ દાર્જિલિંગ શહેરથી 10-15 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર જાપાની મંદીરોની જેમ સફેદ પત્થરથી તેમજ ગોળ આકૃતિમાં બનાવાયું છે. જેની સ્થાપના વિશ્વમાં શાંતિ લાવવા માટે કરવામાં આવી હતી. આ મંદિરથી આખા દાર્જિલિંગ અને કંચનજંગાનો સુંદર નજારો જોવા મળી શકે છે.

બતાસિયા લૂપ (Batasia Loop) – આ દાર્જિલિંગથી 5 કિલોમીટર દૂર એન્જિનિયરિંગનું એક સુંદર સ્વરૂપ છે. આને દેશની આઝાદીમાં પોતાના પ્રાણને ન્યોછાવર કરનારાની યાદમાં અહીં એક સ્મારક બનાવાયું છે.

ચાના બગીચા (Tea Gardens)– ચા માટે દાર્જિલિંગ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીંની ચા સૌથી મોંઘી અને ઘણી જ સુંદર માનવામાં આવે છે. અહીંના બધા બગીચાઓની ચા અલગ અલગ જાતની હોય છે. ચાનું પહેલું બી જે ચાઇનીઝ જંગલોનું હતું તે કુમાઉથી લાવવામાં આવ્યું હતું.

આવાગમન (Transport)

અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ બાગડોગરા (સિલીગુડી) છે જે દાર્જલિંગથી 90 કિલોમીટર દૂર છે. જો ટ્રેનથી જવા માંગો છો તો ન્યુજલપાઇગુડી અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.

ફરવા માટે સંપર્ક

મોબાઇલઃ 099987 44614
વોટ્સએપઃ 099987 44614
Email: info@chalofarava.com