દિવાળી કે ગરમીની રજાઓમાં લોકોને ઠંડકવાળી અને પ્રાકૃતિક જગ્યાઓ જોવાનું મન થાય છે. જો તમે પણ આવી જ કોઇ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કેરળ તમારા માટે બેસ્ટ છે. નદીઓ, ઝરણાઓ, સુંદર પહાડો, સરોવરો અને હરીયાળી માટે જાણીતી કેરળમાં તમે તમારી રજાઓની મજા લઇ શકો છો અને અહીં તમારો વિકેન્ડ વધુ યાદગાર બની જશે. કેરળમાં ફરવા માટે ઘણીબધી સુંદર જગ્યાઓ છે, જે આ રાજયની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
1. પલક્કડ, નેલ્લીમપેથી હિલ્સ
કેરળના પલક્કડ જિલ્લામાં નેલ્લીયમપેથી પર્વતોના શિખરો જાણે વાદળો સાથે મુકાબલો કરી રહ્યા હોય તેવું લાગે છે. પર્વત અને વાદળોનો આવો સંગમ જોઇને તમે પણ આશ્ચર્યમાં મૂકાઇ જશો.
2. તિરૂઅનંતપુરમ, પોનમુડી હિલ્સ
ગોલ્ડન પીકના નામે જાણીતા આ હિલ સ્ટેશન પર તમે તમારી રજાઓ શાંતિ અને આરામથી પસાર કરી શકો છો. અહીથી તમે આખા તિરુઅનંતપુરમનો સુંદર નજારો જોઇ શકો છો.
3. કોલ્લમ, તેનમાલા
કેરળ કોલ્લમના તેનમાલા ટૂરિસ્ટ હોટ સ્પો અને હની હિલ તરીકે ઓળખાય છે. આ જગ્યાએ મધનું ઉત્પાદન થાય છે, જેના કારણે તેને હની હિલનું નામ આપવામાં આવ્યું છે.
4. નિલામ્બુર, કેરળ કુંડૂ ઝરણા
નદીઓ અને ઝરણાની મજા લેવા માટે તમારે નિલામ્બુરના કેરળ કુંડૂ ઝરણામાં જવું પડશે. આ ઝરણાંની સુંદરતા અને ઠંડુ પાણી તમારી રજાઓની મજા વધારી લેશે.
5. મુન્નાર, અન્નામડી પીક
આ સુંદર શહેરના પર્વતોના ઢોળાવ પર ચાના બગીચા 80,000 મીલ સુધી ફેલાયેલા છે. આ ઉપરાંત, તમે અહીં, 2,695 મીટર ઉંચા પર્વતોને જોઇ શકો છો. જે ઇરવિકુલમ નેશનલ પાર્કમાં સ્થિત છે.
6. થ્રિસૂર, અથિરાપલ્લી વોટરફોલ
થ્રિસૂરના અથિરાપલ્લી વોટરફોલને કેરળનું સૌથી મોટું ઝરણું માનવામાં આવે છે. આ વેસ્ટર્ન ઘાટ્સના શોલાયાર રાંગેસની શરૂઆત પર બનેલું છે. આની સુંદરતા જોઇને તમે પણ અવાક જઇ જશો.
7. અલેપ્પી
કેરળના અલેપ્પી શહેરને પૂર્વનું વેનિસ પણ કહેવામાં આવે છે. કેરળનું આ શહેર તમે અંબાલાપુક્ષા શ્રી કૃષ્ણાપુરમ પેલેસ, મરારી સમુદ્ર તટ અને અરથુંકલ ચર્ચ પણ ફરી શકો છો.