ચોમાસામાં રહેવા માટે બેસ્ટ છે અમદાવાદ નજીકનો આ રિસોર્ટ

0
745
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદઃ જો તમે ચોમાસામાં અમદાવાદ નજીક કોઇ જગ્યાએ એક કે બે દિવસ રહીને શાંત વાતાવરણમાં એન્જોય કરવા માંગો છો તો તમારા માટે આણંદ નજીકનો નિજાનંદ રિસોર્ટ એક સુંદર જગ્યા છે. અહીં તમને એન્જોય કરવા માટે એવી તમામ સુવિધાઓ મળી રહેશે જેવી તમે ઇચ્છો છો.

નિજાનંદ લક્ઝુરિયસ રિસોર્ટમાં આ છે સુવિધાઓ

અમદાવાદથી લગભગ 82 કિલોમીટરના અંતરે આણંદ-બોરસદ રોડ પર ખંધાલી ગામમાં 12 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં કુલ 98 ઇન્ડિવિઝ્યુલ કોટેજીસ છે. જ્યારે 8 એપાર્ટમેન્ટ સ્ટાઇલ કોટોજીસ છે. આ એક રિસોર્ટ હોવાની સાથે સાથે ડેસ્ટિનેશન વેડિંગ વેન્યૂ, બર્થ-ડે સેલિબ્રેશન, પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, શોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, પુલસાઇડ પાર્ટી, એક્ઝિબિશન, ફેમિલી ટ્રીપ કે રિલેક્સ થવા માટેની પણ ઉત્તમ જગ્યા છે.

આ એક એવી જગ્યા છે જ્યાં તમે ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. રિસોર્ટના આતિથ્ય રેસ્ટોરન્ટમાં તમને પ્યોર વેજ ખાવાનું મળશે. તો વેડિંગ, બર્થડે, ફ્રેશર્સ પાર્ટી કે અન્ય ફંકશન માટે સામિપ્ય બેન્કવેટ હોલ છે જેની ક્ષમતા 125 લોકોને સમાવવાની છે.

નિજાનંદ રિસોર્ટના એમ્ફિથિએટરમાં 300 ગેસ્ટ્સને સમાવવાની ક્ષમતા છે. રિસેપ્શન કે ગરબા માટે અહીં વિશાળ લેન્ડસ્કેપ ગાર્ડન્સ છે. રિસોર્ટના બોર્ડ રૂમમાં કોર્પોરેટ મિટિંગ્ઝનું આયોજન થઇ શકે છે.

રિસોર્ટમાં આવી છે સુવિધાઓ

50 ફૂટ લાંબો સ્વિમિંગપુલ
આતિથ્ય પ્યોર વેજ રેસ્ટોરન્ટ
લેન્ડસ્કેપ ગાર્ડન, જોગિંગ ટ્રેક
જીમ, બ્યૂટી સલૂન એન્ડ સ્પા
સામિપ્ય બેન્કવેટ હોલ
પુલ ટેબલ, ટેબલ ટેનિસ, ચેસ બોર્ડ તેમજ અન્ય ઇન્ડોર ગેમ્સ
બોર્ડ રૂમ્સ, કિડ્સ ઝોન, કોન્ફરન્સ રૂમ
ક્રિકેટ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ, ટ્રેમ્પોલાઇન ફોર કિડ્સ, ડાર્ટ ગેમ

કોટેજમાં સુવિધાઓ

ફુલ્લી એરકન્ડિશન્ડ ડબલ એન્ડ ટ્વિન બેડરૂમ વિથ એટેચ્ડ બાથરૂમ
પેન્ટ્રી એરિયા વિથ ફ્રિજ
કોમ્પ્લિમેન્ટરી આર.ઓ વોટર
એલસીડી ટેલીવિઝન, ઇન્ટરનેટ સહિત અન્ય સુવિધાઓ
ડ્રોઇંગરૂમ વિથ ગાર્ડન વ્યૂ
ઇન્ટરકોમની સુવિધા
ટી-ફોફી વિથ કેટલ

કેવી રીતે જઇ શકાય

અમદાવાદથી 82 કિલોમીટર દૂર
નજીકનું વડોદરા એરપોર્ટ 45 કિમી દૂર
આણંદ રેલવે સ્ટેશનથી રિસોર્ટનું અંતર માત્ર 7 કિમી
બોરસદ, વલ્લભવિદ્યાનગર અને આણંદથી બસ, રિક્ષા કે પ્રાઇવેટ કાર દ્ધારા જઇ શકાય

રૂમ ચાર્જ, ભાડા અંગે સંપર્ક કરો

સ્પેશ્યલ રૂમ પેકેજ, ડે પિકનિક પેકેજ, લોંગ ટર્મ એકોમોડેશન પેકેજ, ગ્રુપ બુકિંગ્ઝ પણ ઉપલબ્ધ છે. જેના અલગ અલગ ચાર્જ છે. ભાડા અંગેની વધુ માહિતી માટે મોબાઇન નંબરઃ 7622880002 અને 7622880006 પર સંપર્ક કરી શકો છો.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.