ગુજરાતી અને તેમાંય અમદાવાદીઓ માટે નજીકના ફરવા લાયક સ્થળોમાં આબુ અને ઉદયપુર મુખ્ય સ્થળો છે. ઉદેપુરમાં અનેક શાનદાર હોટલો છે. આજે અમે ઉદેપુરની નજીક એક ફાઇવ સ્ટાર પેલેસ હોટલ અંગે જણાવીશું જે હોટલ જેટલા ખર્ચમાં પેલેસનો આનંદ આપશે.
હોટલ કેસલ મેવાડની ખાસિયતો
હોટલ કેસલ મેવાર એક ફાઇવસ્ટાર હોટલ છે. અને તે ઉદયપુર એરપોર્ટથી 38 કિમી અને ઉદયપુર રેલવે સ્ટેશનથી 24 કિલીમીટર દૂર છે. આ ફાઇવ સ્ટાર હોટલ તમને રાજપૂત મહારાજાઓના મહેલોની તાદ અપાવશે. આ હોટલમાં કુલ 80 રૂમ્સ, 2 રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, સ્પા, જીમ,કિડ્ઝ પ્લે એરિયા, 3 વેડિંગ અને ઇવેન્ટ સેન્ટર, એક 350 વ્યક્તિને સમાવી શકે તેવો 3500 ચોરસફૂટનો કોન્ફરન્સ હોલ છે.
આ હોટલની મુખ્ય ખાસિયત છે કે આ હોટલમાંથી તમને સુંદર પર્વતોના દર્શન થશે. આસપાસનું વાતાવરણ તમને ઉદયપુરની અન્ય કોઇ હોટલમાં જોવા નહીં મળે.
કેસલ મેવાડની સુવિધાઓ
પ્રિમિયર રૂમ, હેરિટેજ સૂટ
ફિટનેસ સેન્ટર, સ્વિમિંગ પુલ, લાયબ્રેરી, ઇનડોર ગેમ્સ
ફ્રી પાર્કિંગ, ડાયરેક્ટ ડાયલિંગ ફોન સુવિધા
વાઇફાઇ, એસી, એસલસીડી ટીવી, કોઝી સાઇઝ ટ્વિન બેડ
મિનિબાર વિથ ડિસ્પ્લે, કિ લેસ એન્ટ્રી, હોટ-કોલ્ડ વોટર
મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટમાં ઇન્ડિયન, લોકલ રાજસ્થાની, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, મુગલાઇ ક્વિશાઇનની વ્યવસ્થા.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.