હનીમૂન દરેક કપલ માટે ખાસ હોય છે. લગ્ન બાદ હનીમૂન પર જવા માટે કપલે મગજમાં કેટલાંય પ્લાન વિચારી રાખ્યા હોય છે. હનીમૂન જ એક એવો સમય હોય છે જ્યારે ન્યુલી મેરિડ કપલ એકબીજા સાથે વધુ નજીક આવે છે અને તેમને એકબીજાને સમજવાનો પૂરતો સમય મળે છે. લગ્નના ઘણાં સમય પહેલાં જ કપલ હનીમૂનનું પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે જેથી છેલ્લા સમયે ભાગદોડ ન થાય અને કોઈ ઉણપ ન રહી જાય. તેમ છતાં ઉતાવળમાં ક્યારેક એવી ભૂલો થઈ જાય છે જેનો તેમને જીવનભર પસ્તાવો રહે છે. તો તમે તો નથી કરી રહ્યા ને આ ભૂલો?
લાસ્ટ મિનિટ પર પેકિંગ
છેલ્લાં સમયે પેકિંગ ન કરો. પેકિંગ કરતી વખતે ધ્યાન રાખો કે કપડાં અને અન્ય જરૂરી વ્સુતઓનું ચેકલિસ્ટ અલગથી બનાવો અને અન્ય સામાનનું લિસ્ટ અલગથી તૈયાર કરો. લગ્ન પહેલાં જો પેકિંગ કરી ચૂક્યા છો તો સૂટકેસનું ધ્યાન રાખવા માટે કોઈ ઘરના સદસ્યને કહો.
હનીમૂન માટે ઉતાવળ કરવી
લગ્ન પછી તરત જ હનીમૂન માટે જવું યોગ્ય નથી કારણ કે, તમે બંને લગ્નના ફંક્શન અટેન્ડ કરી ઘણાં થાકી ગયા હશો. એવામાં હનીમૂન પર જવું યોગ્ય નથી. લગ્નના બે કે ત્રણ દિવસ પછી હનીમૂન પર જાવ જેથી તમને આરામ પણ મળી શકે અને તમે ફરવાનો આનંદ પણ માણી શકો.
હોટલનો રિવ્યુ ચેક ન કરવો
તમે હનીમૂન માટે જે પણ હોટલ બુક કરી હોય તે બુક કરતાં પહેલાં તેની વેબસાઇટ પર તેનો રિવ્યુ ચેક કરવાનું ન ભૂલો. ઘણીવાર એવું થાય છે કે હોટલનું લોકેશન અને સુવિધાઓ જોઇને આકર્ષાઇને બુકિંગ કરાવી લઇએ છીએ પણ પછી ખરાબ સર્વિસથી પસ્તાવવાનો વારો આવતો હોય છે.
ફિક્સ બજેટ ન બનાવવું
હનીમૂન પર જતા પહેલાં તમારું એક ફિક્ટ બજેટ તૈયાર કરો કારણ કે, તમારી આખી ટ્રિપ બજેટ પર નિર્ભર કરે છે. જો તમે લગ્ન પહેલા ટ્રાવેલિંગ અને શોપિંગ પર થનારા ખર્ચાનું અનુમાન લગાવીને ચાલશો તો તમને હનીમૂનમાં કોઇ પ્કારની પૈસાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
ખોટા નામથી હોટલ બુકિંગ
છોકરીઓ ક્યારેય પોતાની નવી સરનેમથી બુકિંગ ન કરાવો. બુકિંગ માટે પોતાની જુની સરનેમ જ યુઝ કરો કારણ કે, લગ્ન બાદ તરત સરનેમમાં સુધારો નહીં થયો હોય. તેથી જો તમે હનીમૂનનું બુકિંગ નવી સરનેમ સાથે કરાવ્યું હશે તો પાસપોર્ટને લઇને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે.
એક્ટિવિટીઝનું પ્લાનિંગ
જો તમે તમારા હોલિડેન સ્પેશિયલ બનાવવા માંગો છો તો પહેલેથી જ જે જગ્યાએ ફરવા જવાના હોવ તે વિશે જાણકારી ભેગી કરી લો. જો કે, હનીમૂનના સમયે વધુ એક્ટિવિટીઝ કરવાનું ટાળો. હનીમૂન એક એવો સમય છે કે જ્યાં તમે લગ્નમાં લાગેલા થાક બાદ આરામ કરવા વધુ ઈચ્છો છો.
ઋતુનું ધ્યાન ન રાખવું
બની શકે છે કે તમે હનીમૂન પર શોર્ટ્સ કે વન પીસ કે મેક્સી ડ્રેસ વહેરે પહેરવાનું વિચાર્યું હોય પણ જો ત્યાં ઠંડી ઋતુ હશે તો તમારાં આ બધાં સપનાંઓ પર પાણી ફરી શકે છે. તેથી હનીમૂન પ્લાન કરતી વખતે જે જગ્યા પસંદ કરી હોય તે જગ્યાનું વાતાવરણ ચેક કરી લો. એ તપાસીને જ તમારું પેકિંગ કરો.
ફ્લાઇટ ટાઇમિંગનું રાખો ધ્યાન
જો તમે ઓછા સમયગાળા માટે હનીમૂન પર જવાના છો તો કોઈ દૂર જગ્યાએ જવાને બદલે નજીકની જગ્યા પસંદ કરો. દૂર જગ્યાએ જવાથી વધારે સમય ટ્રાવેલિંગમાં જ જતો રહેશે તેથી કોઈ નજીકની જગ્યા શોધવી જેથી તમે પાર્ટનર સાથે વધુમાં વધુ સમય પસાર કરી શકો.