ગોવાની મજા હવે ગુજરાતમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થઇ રહી છે ક્રુઝ બોટ સેવા, જાણો ટિકિટના ભાવ

0
1010
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ હવે ક્રુઝ બોટની પણ મજા માણી શકશે. પીએમ મોદી 31 ઓક્ટોબરે ક્રુઝ બોટ સેવાની શરૂઆત કરાવશે. પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટર ક્રુઝમાં સફર કરી શકશે.

આ ક્રુઝમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોરોનાના કારણે 100 લોકોને જ ક્રુઝમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. આ ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા છે. અને ક્રુઝ બોટની ટિકિટ લગભગ 430 નક્કી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે જેને જોવા 1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, અને સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આજે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ ઉભુ કરવામાં આવી રહ્યું છે.

ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે

ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે, જેમાં રાત્રી દરમ્યાન સ્ટેજ પર આદિવાસી ડાન્સ, સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને આનંદ મળી રહે.

કેવી હશે ક્રુઝમાં સુવિધા?

એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા
ક્રુઝ બોટ 6 કિલોમીટર ફેરવવામાં આવશે
ગરુડેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો
સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત સંગીત દ્વારા મનોરંજ
ક્રુઝનું ભાડું 430 રૂપિયા રાખવામાં આવશે
જમવાનું અને નાસ્તાની સુવિધા પણ રહશે