ફ્રાંસ જેવુ લાગે છે ભારતનું આ શહેર, દેશમાં લો વિદેશની મજા

0
794
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે ઓછા બજેટમાં વિદેશ ફરવા માંગો છો, તો અમે આપને એક એવું ઓપ્શન બતાવવા જઇ રહ્યા છીએ જ્યાં જઇને તમે વિદેશ જેવી મજા પણ લઇ શકશો અને તમારૂ બજેટ પણ ઓછુ રહેશે. ભારતમાં એક એવું સુંદર શહેર છે, જેને મિની ફ્રાન્સ કહેવામાં આવે છે.

ફ્રાંસ જેવુ સુંદર છે પુડ્ડુચેરી

ફ્રાંસની જેમ આપણા દેશમાં પણ એક જગ્યા છે, જેનું નામ પુડ્ડુચેરી છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં આવનારા ફ્રેન્ચ લોકોને લાગે છે કે તે ફ્રાન્સમાં છે, કારણ કે આ જગ્યા બિલકુલ ફ્રાંસ જેવી જ છે. આ શહેરનો ઇતિહાસ પણ ઇસ.1673માં ફ્રેન્ચ લોકોના આવવાથી શરૂ થયો. કદાચ એટલા માટે આ શહેરમાં ફ્રાંસની ઝલક જોવા મળે છે.

વ્હાઇટન ટાઉન છે ખાસ

દરિયા કિનારે વસેલા આ પ્રદેશમાં ફરવા લાયક અનેક સુંદર જગ્યાઓ છે. અહીં જવા માટે તમારે પાસપોર્ટ અને વીઝાની પણ જરૂરીયાત નહીં પડે. તમે આની વગર પણ એન્જોય કરી શકો છો. પુડ્ડુચેરીને એક સુંદર ટાઉન પ્લાનિંગના હિસાબે વસાવવામાં આવ્યું છે. અહીં ફ્રાન્સિસીઓ માટે અલગથી એક ટાઉનશિપ બનાવાઇ છે, જેને વ્હાઇટન ટાઉન કહેવામાં આવે છે. પુડ્ડુચેરીમાં લાગેલી અનેક મહાપુરૂષોની મૂર્તિઓ આની ખાસ ઓળખ છે, ફક્ત રસ્તા જ નહીં, અહીંના એક બીચ પર મહાત્મા ગાંધીની તસવીર લાગેલી છે, જેને મહાત્મા ગાંધીના નામે પણ ઓળખવામાં આવે છે.

સુંદર ચર્ચને જોવા આવે છે દેશ-વિદેશથી લોકો

સેક્રેડ હાર્ટ કેથોલિક ચર્ચ પુડ્ડુચેરીની સૌથી જાણીતી જગ્યા છે. આ ચર્ચમાં અંગ્રેજી અને તામિલમાં પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉપરાંત, આ ચર્ચમાં તમે 2000 હજાર લોકોને એક સાથે પ્રાર્થના કરતા જોઇ શકો છો. ચર્ચ અને દરિયા ઉપરાંત, પુડ્ડુચેરીનું એક પ્રાચીન મંદિર પણ દુનિયાભરમાં જાણીતું છે, જેને શ્રી ગણેશનું મનાકુલા વિલય કુલોન મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે.

કેવી રીતે જશો

કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના કારણે પુડ્ડુચેરીનું પોતાનું રેલવે સ્ટેશન છે. દેશના બધા મોટા શહેરોમાંથી આવનારી રેલવે પુડ્ડુચેરીમાં રોકાય છે. રેલવેથી પુડ્ડુચેરીની યાત્રા એક સારો વિકલ્પ છે.

પુડ્ડુચેરીથી નજીકનું એરપોર્ટ ચેન્નઇમાં છે. ચેન્નઇ એરપોર્ટથી નિયમિત ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ઉપલબ્ધ છે. આ જ કારણે, એરપોર્ટથી ચેન્નઇ સુધી જવું એક સારો વિકલ્પ છે. જ્યાંથી તમે પુડ્ડુચેરી સુધી જઇ શકો છો, જે કેવળ 139 કિમી દૂર છે.