રાજસ્થાનના ઉદેપુરથી 23 કિલોમીટર દૂર આવેલા નાગડા ગામમાં સાસુ વહુનું મંદિર આવેલું છે. આ મંદિર ભગવાના વિષ્ણુને સમર્પિત છે. મંદિરની દિવાલોને રામાયણની વિવિધ ઘટનાઓ સાથે સજાવવામાં આવ્યું છે. મૂર્તિઓને બે તબક્કામાં એવી રીતે ગોઠવવામાં આવી છે કે એક-બીજા સાથે ઘેરાયેલી રહે છે.
આ મંદિરની દીવાલો પર રામાયણની ઘટનાઓ કોતરાઈ છે. મંદિરના એક મંચ પર ભગવાન બ્રહ્મા, શિવ અને વિષ્ણુની છબી કોતરેલી છે. તો બીજા મંચ પર ભગવાન રામ, બલરામ અને પરશુરામના ચિત્રો છે. સાસુ-વહુના આ મંદિરમાં એક સ્ટેજ પર ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ફોટો ઉપસાવેલા છે, રાજઘરાનાની રાજમાતાએ અહીંયા ભગવાન વિષ્ણનું મંદિર અને વહુએ શેષનાગના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.