કેરળનું પદ્મનાભસ્વામી મંદિર દેશનું અતિ ધનાઢય મંદિર છે. ૨૦૧૧ની સાલમાં આ મંદિરના છ ભોંયરામાંથી એક લાખ કરોડનો ખજાનો મળી આવ્યો હતો. મંદિર પાસે અંદાજે રૂ.૨ લાખ કરોડનો ખજાનો હોવાનું અનુમાન છે. આ ભવ્ય મંદિરનું પુનઃનિર્માણ ૧૮મી સદીના ત્રાવણકોરના રાજાએ કરાવ્યું હતું અને તેમનો આખો પરિવાર દાસભાવે પદ્મનાભસ્વામીને સર્મિપત થઈને તેમની સેવા કરવા લાગ્યો હતો
શેષશાહી વિષ્ણુનું ત્રણ દરવાજામાંથી દર્શન કરાવતું આ મંદિર ખરેખર અદ્ભુત અને અલૌકિક છે. કાષ્ટની સુંદર કોતરણી એ કેરળની આગવી લાક્ષણિકતા છે. જે આ મંદિરને બીજાં મંદિરોથી અલગ તારવે છે. ભગવાન વિષ્ણુની શેષશાહી મૂર્તિ તો ઘણી જગ્યાએ છે પણ જેટલી વિશાળ અને સાથે સુંદર પણ જે અહીં છે તેવી બીજી એકેય જગ્યાએ નથી. આમ તો આ મંદિર એ પદ્મનાભ પેલેસનો જ ભાગ છે. જેને પાછળથી મંદિર તરીકે અલગ કરી દેવામાં આવ્યો છે પેલેસ એની બાજુમાં જ છે