ગુજરાતના આ હિલ સ્ટેશન પર સૌથી મોટો રિસોર્ટ, એક રાતનું આટલું છે ભાડું

0
1154
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સાપુતારામાં મોનસુનની મજા જ કંઇક ઓર છે. ચોમાસામાં ફરવા માટે અમે આજે એક એવા રિસોર્ટ અંગે જણાવીશું જે સાપુતારાનો સૌથી જુનો અને સૌથી મોટો હિલ રિસોર્ટ છે. આ રિસોર્ટનું નામ છે શિલ્પી હિલ રિસોર્ટ. આ રિસોર્ટ 25 વર્ષ જુનો છે પરંતુ તેમાં સુવિધાની કોઇ કમી નથી.

સાપુતારાનો 3 સ્ટાર રિસોર્ટ

હોટલ શિલ્પીના જનરલ મેનેચર નવિનભાઇ પટેલ જણાવે છે કે શિલ્પી હિલ રિસોર્ટ 3 સ્ટાર કેટેગરીમાં આવે છે. આ રિસોર્ટની ખાસિયત એ છે કે તે સાપુતારાનો એક માત્ર કોર્ટયાર્ડ રિસોર્ટ છે. એટલે કે ઓપન એરિયાની ફરતે રૂમની ગોઠવણી કરવામાં આવી છે. તમે રિસેપ્શન એરિયામાં બેસીને તમામ રૂમ જોઇ શકો છો.

આવી છે સુવિધા

સાપુતારાનો પ્રથમ 3 સ્ટાર કેટેગરીનો રિસોર્ટ, કુલ 68 રૂમ્સ
ભવ્ય બાગબાન શ્યૂટ્સ, લકઝુરીયસ શ્યૂટ્સ, ડિલક્સ, સુપર ડિલક્સ રૂમ્સ
એસી રેસ્ટોરન્ટમાં ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન ફૂડની સુવિધા
સ્વિમિંગ પુલ્સ, ફિટનેસ ક્લબ
આયુર્વેદિક મસાજ, સ્પા
ગાર્ડ, વિશાળ લોન્જ, 24 કલાક રૂમ સર્વિસ
100થી 350ની ક્ષમતા ધરાવતો એસી કોન્ફરન્સ હોલ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.