આ પંજાબીએ અમદાવાદમાં ‘મહેફિલ’થી લોકોને લગાવ્યો છે સ્વાદનો ચટાકો

0
566
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદમાં પંજાબી ફૂડ ખાવું હોય તો લોકોના મોં પર મહેફિલ રેસ્ટોરન્ટનું નામ જરૂર આવે. મહેફિલ રેસ્ટોરન્ટ વર્ષોથી નોર્થ ઇન્ડિયન ફૂડ માટે જાણીતું નામ રહ્યું છે અને છેલ્લા 32 વર્ષોથી ચાલી રહેલી આ રેસ્ટોરન્ટનો પંજાબી ટેસ્ટ આજ સુધી બદલાયો નથી. પરંતુ આ રેસ્ટોરન્ટની શરૂઆત કેવી રીતે થઇ અને અત્યારે અમદાવાદમાં કેટલી મહેફિલ રેસ્ટોરન્ટ છે તે જાણવામાં તમને જરૂર રસ હશે.

મહેફિલની શરૂઆત ક્યારે થઇ?

મહેફિલની શરૂઆત 1985માં થઇ. ત્યારે અમદાવાદમાં ઘણી ઓછી ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ હતી. મૂળ પંજાબના પણ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા હરજીતસિંહ ભાટીયા અને તેમના મોટાભાઇ જસપાલસિંહ ભાટીયાએ આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી. ફૂડના શોખીન હરજીતસિંહે સૌપ્રથમ શાહીબાગ વિસ્તારમાં આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી.

માત્ર 6 ટેબલથી થઇ હતી શરૂઆત

શરૂઆતમાં ફક્ત 6 ટેબલથી મહેફિલની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં રેસ્ટોરન્ટને જમાવવામાં મુશ્કેલીઓ આવી પરંતુ હરજીતસિંહે ધીરજ રાખી શુદ્ધ પંજાબી ટેસ્ટ લોકોને સર્વ કર્યો. સમયજતાં મહેફિલનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો અને આજે તો તેની 4 જેટલી શાખાઓ છે. હવે તો હરજીત સિંહના પુત્ર અમિત ભાટીયાએ પંજાબીની સાથે મેક્સિકન અને ઇટાલીયન ફૂડ સાથેની ટર્બન રેસ્ટોરન્ટ પણ થલતેજ વિસ્તારમાં શરૂ કરી છે.

અમિત ભાટીયા ચાલો ફરવા સાથેની વાતચીતમાં જણાવે છે કે ગુજરાતીઓને રિયલ પંજાબી ટેસ્ટ અમારી રેસ્ટોરન્ટમાં જ માણવા મળશે. જેના માટે અમે એક સરખી ક્વોલિટીના મસાલાનો ઉપયોગ કરીએ છીએ. જમાના પ્રમાણે હવે અમારી ટર્બન રેસ્ટોરન્ટમાં મેક્સિકન અને ઇટાલીયન સ્વાદ પણ લોકો માણી શકે છે

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.