જો મોંઘુ ખાવાના શોખીન છો તો ભારતની આ 8 સૌથી મોંઘી ડિશનો સ્વાદ પણ ચાખો

0
424
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે પણ એવા લોકોમાંના એક છો જે ખાવા-પીવાના ઘણાં જ શોખીન છે તો તમે પણ તમારા શહેરના દરેક સ્ટ્રીટ ફૂડ અને દરેક મોટી દુકાનના ખાવાનો સ્વાદ જરુર માણ્યો હશે. જો તમે થોડાક વધારે ફ્રૂડ ક્રેઝી છો તો તમે તમારી આસ-પાસના પણ બધા સ્વાદનો આનંદ ઉઠાવી લીધો હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં છેવટે સૌથી મોંઘી ડિશ કઇ મળે છે?

જો નહીં તો આજે આમે આપને જણાવી રહ્યા છીએ આપણા દેશની એવી 8 ડિશ અંગે જેને માનવામાં આવે છે ખાસ.

01- Gold plated dosa – Rajbhog, Bengaluru

તમે આજ પહેલાં ક્યારેય આવું નામ નહીં સાંભળ્યુ હોય. તમે કદાચ નહીં માનો પરંતુ બેંગાલુરૂના રોજભોગ રેસ્ટોરન્ટમાં 24 કેરેટ સોનાના વર્કવાળો ઢોંસો ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે. લોકો આને સોનાનો ઢોંસો (ડોસો) કહે છે. એક પ્લેટ સોનાના ઢોંસાની કિંમત 1100 રૂપિયા છે.

02- Pizza – Qube, The Leela Palace, Delhi

ગ્રે ગૂસ વોડકાની સાથે સર્વ કરવામાં આવે છે. આ એક પિઝા છે જેને લૉબ્સટરના ટોપિંગની સાથે ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે કે એક પિઝા ઓર્ડર કરવા પર તમારે 10 હજાર રુપિયા ચૂકવવા પડશે. તમારા ટેબલ સુધી શેફ જાતે તેને લઇને આવશે. જો તમારા ખિસ્સામાં રકમ પણ નથી તો ખાતરી રાખો કે આ પિઝા તમારા માટે પૈસા વસૂલ સાબિત થશે.

03- Sushi at Wasabi by Morimoto – The Taj Mahal Hotel

જો તમે એવા લોકોમાંના છો તેને આનંદ ઘણો જ પસંદ છે અને ઘણીબધી સૂશી ખાવાનું પસંદ છે તો તમારે સીધા જ તાજમહેલ હોટલમાં જવું જોઇએ. આનો સ્વાદ તમને ખરેખર પસંદ આવશે. જો કે તેના માટે તમારે 8,725 રુપિયા ખર્ચવા પડશે.

04- Peking Duck – CHI NI, New Delhi

દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ છે જેનું નામ છે ચી ની. જી હાં, ચી ની. દિલ્હીના ધનવાન લોકોને આ રેસ્ટોરન્ટ ઘણું જ પસંદ આવે છે. કારણ છે અહીં મળનારુ ખાવાનું. અહીં સૌથી મોંઘી ડિશ છે પેકિંગ ડક. જેની કિંમત છે 5200 રુપિયા. બતકના માંસથી તૈયાર થનારી આ ડિશ નોન-વેજ ખાનારાને ઘણી પસંદ આવે છે.

05- Lamb, Vetro – Oberoi

મુંબઇની હોટલ ઓબેરૉયમાં મળે છે લેમ્બ વેટ્રો. જેની કિંમત છે 4000 રુપિયા. આ કિંમત ઘણી જ વધારે છે કારણ કે તેના સ્વાદની સામે આ કિંમત ઓછી જ લાગશે.

06- Grilled Pork Chop – Yuuka, St.Regis, Palladium

જો તમે મુંબઇમાં છો અને કોઇ શાનદાર જગ્યાએ લંચ કે ડિનર કરવા માંગો છો તો તમારે યૂકા જરુર જવું જોઇએ. મુંબઇના અમીરોની પહેલી પસંદ માનવામાં આવે છે આ રેસ્ટોરન્ટ. અહીંની ખાસિયત એ છે કે અહીંથી તમે મુંબઇના શાનદાર નજારાના પણ દર્શન કરી શકો છો. ત્રણ લોકોનો ખર્ચ અહીં લગભગ 16000 રુપિયા થાય છે. જો તમે અહીંનું ગ્રિલ્ડ પોર્ક ખાવા માંગો છો તો તમારે આના માટે 2250 રુપિયા ચૂકવવા પડશે.

07- Butter Chicken – Anaarkali, Hyderabad

વેલ, હવે તમે કહેશો કે બટર ચિકન તો ભારતના મોટા શહેરોમાં ક્યાંય પણ ખાઇ શકાય છે. પરંતુ હૈદરાબાદની અનારકલી રેસ્ટોરન્ટમાં તૈયાર થનારુ બટક ચિકન વિદેશથી આવતા એક ખાસ પ્રકારના પાણીમાં રાંધવામાં આવે છે. ત્યાર બાદ તેને બોરોસિલ કન્ટેનરમાં સર્વ કરવામાં આવે છે. અહીં બટર ચિકન ખાવા માટે તમારે 6000 રુપિયા ચૂકવવા પડશે.

08- Angus T-bone steak – Le Cirque, Leela Palace

દિલ્હીની લીલા પેલેસ નામની ફાઇવસ્ટાર હોટલમાં લી સરક્યૂ નામની એક ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. આ એશિયાની પહેલી લી સરક્યૂ રેસ્ટોરન્ટ પણ છે. આ જાણીતી છે તેના લેવિસ ડાઇનિંગ સેટઅપ માટે. જણાવી દઇએ કે આને ડિઝાઇન કરવામાં આવી છે જાપાનની જાણીતી કંપની ડિઝાઇન સ્પિન સ્ટુડિયોએ. જો તમે એવા લોકોમાં છો જે સ્વાદની સામે કિંમતને પાછળ રાખે છે તો તમારે હોટલ લીલા પેલેસની અંદર આવેલી સરક્યૂ નામની ઇટાલિયન રેસ્ટોરન્ટની એંગસ ટી બોન સ્ટીક જરુર ખાવી જોઇએ. જેના માટે તમારે 8,500 ચૂકવવા પડશે.