અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં 11 ઓગસ્ટથી રાજકોટ ગૂરૂકૂળ દ્ધારા સંચાલિત સ્વામિનારાયણ ગુરુકૂળનો પ્રારંભ થઇ રહ્યો છે. અમેરિકાના હરિભક્તો દ્ધારા 1.40 લાખ ચોરસ મીટરમાં ગુરૂકૂળનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના ઉદ્ધાટન સમારોહનું આયોજન 11થી 19 ઓગસ્ટ દરમ્યાન રાખવામાં આવ્યું છે. આ ગુરૂકૂળના પ્રારંભ માટે સૂરત ગુરૂકૂળના પ્રભુ સ્વામી, ભગવતચરણદાસ સ્વામી, ત્યારગવલ્લભદાસ સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહેશે.
આ ભવ્ય કાર્યક્રમ અંગે વેડરોડ ગુરૂકૂળના પ્રભુસ્વામીએ જણાવ્યું કે 19 ઓગસ્ટસુધી આયોજિત કાર્યક્રમમા રાજકોટ અને સુરત ગુરૂકૂળના સંતો ઉપસ્થિત રહેશે. 11 ઓગસ્ટે સમારોહનો પ્રારંભ થશે જેમાં યજ્ઞ, વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ ભગવાન સ્વામીનારાયણના લીલા ચિત્રો અને સત્સંગી જીવનપારાયણ કરાશે.
પહેલા પોથીયાત્રા નીકળશે ત્યારબાદ મહાવિષ્ણુયાગ, 1008 સમૂહ મહાપૂજા, હેલ્થ ચેકઅપ કેમ્પ, મહિલા મંચમાં સંવાદ, ભગવાન સ્વામીનારાયણની સાક્ષાત વાણીસમા વચનામૃતનો બોધ અપાશે. ગૂરૂકૂળનો પ્રારંભ 150 બાળકો સાથે થશે અને વધુમાં વધુ 300 બાળકોને ગુરૂકૂળમાં પ્રવેશ અપાશે. ગુરૂકૂળમાં પરંપરાગત શિક્ષણ સાથે ગુજરાતી, હિન્દીનું જ્ઞાન, બાળ યુવા શિબિરો, સંતાનો સત્સંગના કાર્યક્રમો ભણાવાશે. સમગ્ર સંકુલના કુલ 1.40 લાખ ચોરસમીટરમાંથી 41000 ચોરસફૂટમાં વિસ્તારમાં બાંધકામ કરાયું છે. અહીં ગુરૂકૂળની સાથે મંદિર પણ તૈયાર કરાયું છે.