ઉનાળો આવે ત્યારે ગરમીથી બચવા માટેનું ઉત્તમ સ્થળ એટલે વોટરપાર્ક. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વોટરપાર્ક ખુલી ગયા છે. પરંતુ રાજયમાં વોટરપાર્કનું નામ આવે એટલે મુખ્ત્વે બે નામ લોકોના મુખે જરૂર ચર્ચાય. ગુજરાતનો પ્રથમ વોટર પાર્ક એટલે મહેસાણાનો શંકુ વોટરપાર્ક અને બીજો એટલે ગાંધીનગરના મહુડી નજીકનો સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક એન્ડ રિસોર્ટ.
પ્લોટિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ કરતાં દિપકભાઇ પટેલે વર્ષ 1999માં સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કની શરૂઆત કરી. અને આજે આ વોટરપાર્કની ગણતરી ગુજરાતના ટોચના વોટરપાર્કમાં થાય છે. જેને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. સાબરમતિ નદીના કિનારે, કુદરતના સાનિધ્યમાં મહુડી નજીક બનેલો આ વોટરપાર્ક તમને આનંદની એક અલગ જ અનુભૂતિ કરાવે છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.
સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કમાં સાત અજાયબીઓ વિશ્વમાં સૌ પ્રથમ છે. આ વોટરપાર્કની પહેલી અજાયબી છે તેનો સ્નોફોલ. આ સ્નોફોલ તમને કાશ્મીર કે સિમલાની યાદ અપાવે છે. આ ઉપરાંત, મિસિસીપી વોટરરાઇડ, વેવપુલ, વોટરફોલ, રેઇન એટ વીલ સહિત સાત અજાયબીઓ અહીં છે.
સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કની એન્ટ્રી ફી, કોસ્ચ્યુમ ફી, લોકરના ભાડા સહિતની વિગતો જાણવા માટે http://swapnasrushtiwaterpark.com/ પર સંપર્ક કરો.